રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ઈસુ મસીહાએ શીખવ્યો જીવનનો પાઠ

W.D
પ્રેમ, કરૂણા અને સેવા જેવા પવિત્ર સંદેશનો પ્રચાર કરનાર ઈસુ મસીહાએ પીડિત માનવતાના ઉદ્ધાર માટે કાંટાથી ભરેલા સલીબ પર ચઢીને પોતાનો જીવ આપ્યો હતો અને મનુષ્યોને જીવનમાં આવતા દુ:ખોને સકારાત્મક રૂપમાં લઈને જીવન જીવતાં શીખવાડ્યું હતું. દુનિયાની અંદર ફેલાયેલા તેમના અનુયાયીઓ તેમની યાદમાં જ ગુડ ફ્રાઈડે ઉજવે છે.

રોમન કેથોલીક ચર્ચના સ્થાનીક પ્રવક્તા ફાધર ડેમનિક ઈમૈનુઅલને અનુસાર ગુડ ફ્રાઈડે પ્રભુ ઈસા મસીહને સલીબ પર ચઢાવ્યાં હતાં તે દિવસ છે. ખ્રિસ્તીઓ પોતાના પ્રભુની યાદમાં આ દિવસ પવિત્ર અઠવાડિયા તરીકે ઉજવે છે.

ઈમૈનુઅલે કહ્યું, ખ્રિસ્તી ધર્મ માનનારાઓની માન્યતા છે કે અમારા પાપોની મુક્તિ માટે ઈસુ મસીહાને ફાંસી પર ચઢાવી દેવાયાં હતાં. તેથી તેમનું મૃત્યું અમારા પાપો માટે ક્ષમા લાવે છે અને અમને મુક્તિ અપાવે છે. તેમણે કહ્યું, ઈસુ મસીહે પોતે દુ:ખ વેઠીને એક પીડાદાયક મૃત્યુંનું વરણ કર્યું જેના દ્વારા તેઓ એક સંદેશ આપવા માંગતાં હતાં કે માણસે દુ:ખ અને દર્દને નકારાત્મક રૂપમાં ન લેતાં સકાત્મક રૂપમાં લેવા જોઈએ. દુ:ખ અને સંકટની પાછળ એક સંદેશ છુપાયેલ હોય છે અને તે છે મુશ્કેલીઓનો સામનો કરો.

ફાધર ઈમૈનુઅલે જણાવ્યું કે, પવિત્ર ધાર્મિક ગ્રંથ બાઈબલને અનુસાર ઈસુ મસીહાને ગુડ ફ્રાઈડેના દિવસે ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ ફરીથી જીવતાં થઈ ગયાં હતાં.

ઈમૈનુઅલે કહ્યું, આ આખી ઘટનાથી આપણને બોધ મળે છે કે દુ:ખ જીવનનો અંત નથી. દરેક રાત્રી પછી દિવસ થાય છે તેમ મૃત્યું કે દુ:ખ પછી પુનરૂત્થાન થાય છે. ફાધર જ્યોર્જ અબ્રાહમ કહે છે કે, ગુડ ફ્રાઈડેનો દિવસે ઈશ્વરના મહાન પ્રેમનો દિવસ છે. તેમણે કહ્યું કે, ઈશ્વરે માણસની મુક્તિ માટે પોતાના પુત્રને ફાંસી પર ચઢવાની અનુમતિ આપી હતી. અબ્રાહમે કહ્યું કે, આપણા પાપોને ખત્મ કરવા માટે પ્રભુના પુત્રએ પોતાનું જીવન કુર્બાન કરી દિધું.

ગુડ ફ્રાઈડેના સંદેશના વિષયમાં અબ્રાહમે કહ્યું કે, આ દિવસ આપણને બોધ આપે છે કે બુરાઈને બુરાઈથી નહિ પરંતુ અચ્છાઈ દ્વારા, હિંસાને અહિંસા દ્વારા અને ધૃણાને પ્રેમ દ્વારા ખત્મ કરી શકાય છે. ઈસુ મસીહાએ પણ પોતાના સંદેશમાં કહ્યું છે કે, પોતાના દુશ્મનોને પ્રેમ કરો, ઈશ્વરમાં વિશ્વાસ રાખો, ભવિષ્યની ચિંતા ન કરશો અને અન્યો સાથે તેવો જ વ્યવહાર કરો જેવો તમે તેમની પાસેથી અપેક્ષા રાખો છો.