શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

બાઈબલમાં કહ્યું છે કે-

હું ભુખ્યો હતો તે મને ખવડાવ્યું નહી

W.D
આખરે નિર્ણયના દિવસે ઈશ્વર ઘેટાને જમણી બાજુ રાખશે અને બકરાઓને ડાબી બાજુ રાખશે.

જમણી બાજુવાળાઓને તે કહેશે- 'તમે મોટા ભાગ્યવાન છો. પ્રભુનું રાજ્ય તમારા માટે છે, એટલા માટે કે હું ભુખ્યો હતો તો તે મને ખાવાનું આપ્યું. તરસ્યો હતો તો મને પાણી આપ્યું, પરદેશી હતો તો મને ઘરમાં રહેવા માટે જગ્યા આપી. પહેરવા માટે કપડાં ન હતાં તો મને કપડાં આપ્યાં. જેલમાં હતો તો તું મને મળવા આવ્યો'.

તેઓ પુછશે કે- 'આવું અમે ક્યારે કર્યું પ્રભુ?'

પ્રભુ કહેશે- હું તને સાચુ કહુ છુ કે જો તે તારા કોઈ પણ નાના ભાઈની સાથે આમાંથી જે વ્યવહાર કર્યો તે મારી સાથે જ કર્યો છે.

ડાબીબાજુ ઉભેલા લોકોને તે કહેશે- હે અભાગા લોકો! તમારે તમારા કરેલાની સજા ભોગવવી પડશે. હું ભુખ્યો હતો તો તે મને ખાવાનું ન આપ્યું, હુ તરસ્યો હતો તો તે મને પાણી ન આપ્યું, હું પરદેશી હતો તો તે મને જગ્યા ન આપી. મારી પાસે કપડાં ન હતાં તો તે મને કપડાં પણ ન આપ્યાં, હું જેલમાં હતો તો તું મને મળવા પણ ન આવ્યો.

જ્યારે તેઓ પુછશે કે - હે પ્રભુ, આવું ક્યારે થયું કે અમે તમને ભુખ્યા, તરસ્યા, બેઘર, બિમાર, કપડાં વિનાના અને જેલમાં જોયા હોય અને તમારી સેવા ન કરી હોય?

ઈશ્વર કહેશે- હુ તમને સાચુ કહું છું કે જો તમે કોઈ પણ એક વ્યક્તિ સાથે, કોઈ પણ નાના માણસની સાથે પણ આ રીતની લાપરવાહી કરી હશે તો તે મારી સાથે કરી છે.

ત્યાર બાદ બંને પોત પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવશે.