બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શુક્રવાર, 1 મે 2020 (13:44 IST)

ગુજરાતમાં કોરોનાને હરાવનારાની સંખ્યા 613 થઇ: છેલ્લા 5 દિવસમાં 51%નો વધારો

ગુજરાતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા હવે વધીને ૪૩૯૫ થઇ ગઇ છે અને કુલ મૃત્યુઆંક ૨૧૪ થયો છે. જોકે, આ અંધકારજનક પરિસ્થિતિમાં પણ એક આશાનું કિરણ છુપાયેલું છે. ગુજરાતમાં કોરોનાને હરાવનારાને સંખ્યા હવે વધીને ૬૧૩ થઇ ગઇ છે. આ ૬૧૩ પૈકીના ૩૩૧ એટલે કે ૫૧%  દર્દીઓ છેલ્લા પાંચ દિવસમાં કોરોના સામેનો જંગ જીતીને સાજા થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાનો રિક્વરી રેટ અંદાજે ૧૪% થઇ ગયો છે, જે આજથી પાંચ દિવસ અગાઉ ૯%ની આસપાસ હતો. ગુજરાતમાં ૨૮ એપ્રિલે ૪૦, ૨૯ એપ્રિલે ૯૩ અને ૩૦ એપ્રિલે ૮૬ એમ ૩ દિવસમાં કુલ ૨૧૯ દર્દીઓ સાજા થયા છે. આજે અમદાવાદમાંથી સૌથી વધુ ૫૩, સુરતમાંથી ૧૪, મહીસાગરમાંથી ૫, ભરૃચમાંથી ૪, બનાસકાંઠામાંથી ૩ દર્દીઓ સાજા હતા. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ ૩૦૨૬ કેસ નોંધાયા છે અને તેમાંથી ૩૧૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ, અમદાવાદ જિલ્લામાં કોરોનાનો રિક્વરી રેટ ૧૦.૫૦% છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરામાં નોંધાયેલા ૨૮૯ કેસમાંથી ૮૭, સુરતમાં નોંધાયેલા ૬૧૪ કેસમાંથી ૫૪,  આણંદમાં નોંધાયેલા ૫૪ કેસમાંથી ૨૪, ભરૃચમાં નોંધાયેલા ૩૧ કેસમાંથી ૨૦, રાજકોટમાં નોંધાયેલા ૫૮ કેસમાંથી ૧૭, પાટણમાં નોંધાયેલા ૧૭ કેસમાંથી ૧૧ દર્દીઓ સાજા થયેલા છે. દેશના જે રાજ્યમાંથી સૌથી વધુ દર્દીઓ સાજા થયા હોય તેમાં ગુજરાત ચોથા સ્થાને છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા ૯૯૧૫ કેસમાંથી ૧૫૯૩, તામિલનાડુમાં નોંધાયેલા ૨૩૨૩ કેસમાંથી ૧૨૫૮, દિલ્હીમાં નોંધાયેલા ૩૪૩૯ કેસમાંથી ૧૦૯૨, રાજસ્થાનમાં નોંધાયેલા ૨૫૫૬ કેસમાંથી ૮૩૬ દર્દીઓ સાજા થયા છે. આમ, મહરાષ્ટ્રમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનું પ્રમાણ અંદાજે ૧૬ ટકા છે. સમગ્ર દેશમાં કોરોનાના નોંધાયેલા ૩૪૦૦૭ કેસમાંથી કુલ ૮૭૨૨ સાજા થયેલા છે. આમ, ભારતમાં કોરોના સામેનો રિક્વરી રેટ ૨૭ ટકાની આસપાસ છે.