શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (10:57 IST)

મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં કોરોનાએ ટેન્શન વધાર્યું, મુંબઇમાં 2000થી વધુ કેસ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આંકડો 3 હજારને પાર થઇ ચૂક્યો છે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરૂવારે કુલ 1260 નવા કેસ સામે આવ્યા જે દેશમાં અત્યાર સુધી કોઇ એક દિવસમાં કોરોના વાયરસનો બીજો સૌથી મોટો આંકડો છે. દેશમાં અત્યાર સુધી 13,541 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ ચૂકી છે. 1515 લોકો સાજા થઇ ચૂક્યા છે. દેશમાં અત્યારે કોવિડ-19થી મરનારાઓની સંખ્યા વધીને 499 થઇ ચૂકી છે. 
 
એમપીમાં એક દિવસમાં 361 નવા કેસ, ઇન્દોરમાં 244
ગુરૂવારે દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મધ્ય પ્રદેશમાં સામે આવ્યા, જ્યાં 361 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. તેમાંથી 244 કેસ એકલા ઇન્દોરમાં મળી આવ્યા છે. આ સાથે જ મધ્ય પ્રદેશ હવે 1200 કેસોની સાથે કોરોના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર અને દિલ્હી પછી ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. 
 
ગુજરાતમાં 163 નવા કેસ, અમદાવાદમાં 95
ગુજરાતની વાત કરીએ તો ગુરૂવારે 163 કેસ સામે આવ્યા. નવા કેસમાં 95 કેસ અમદાવાદમાં નોંધાય હતા જ્યારે 37 કેસ સુરતના છે. ત્યારબાદ આણંદ જિલ્લામાં 8, વડોદરા જિલ્લામાં 7, બનાસકાંઠા અને નર્મદા જિલ્લામાં 4-4 અને રાજકોટ જિલ્લ્લામં 4 અને ગાંધીનગર, ખેડા, અરવલ્લી તથા પંચમહાલ જિલ્લામાં 1-1 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 929 થઇ ગઇ છે. તેમાંથી 36 લોકોના મોત થયા છે જ્યારે 73 સારવાર બાદ સાજા થયા છે. 
 
16 એપ્રિલે રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ કોરોના વાયરસના 163 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં જ માત્ર ગુજરાતના કુલ કેસોના 50 ટકાથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં  11 એપ્રિલે કોરોના વાયરસના કુલ 468 કેસ હતા, તો માત્ર 5 દિવસ એટલે કે 16 એપ્રિલ સુધીમાં તો આ સંખ્યા બમણી થઈ ગઈ છે. 
 
મહારાષ્ટૃમાં 3000ને પાર પહોંચ્યો આંકડો, મુંબઇમાં 2000થી વધુ
મહારાષ્ટ્રમાં ગુરૂવારે 286 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 177 કેસ મંબઇના છે. હવે મુંબઇમાં કોરોના વાયરસના 2,073 કેસ થઇ ચૂક્યા છે જ્યાં 6 દિવસમાં કેસ બમણા થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ફક્ત 4 દિવસની અંદર કોરોનાના કેસ 2000થી વધીને 3 હજારને પાર થઇ ચૂક્યા છે. હવે રજ્યમાં કોરોનાથી સંક્રમણના કેસ 3,202 થઇ ચૂક્યા છે. તેમાંથી 164 સાજા થઇ ગયા છે જ્યારે 194 લોકોના મોત નિપજ્યા છે. 
 
દિલ્હીમાં ફક્ત 62 નવા કેસ પરંતુ 6 લોકોના મોત
કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની યાદી દિલ્હી બીજા ક્રમે છે. અહીં ત્યર સુધી 1640 સંક્રમિત છે. તેમાં 51 સાજા થઇ ચૂક્યા છે 38 લોકોના મોત થયા છે. જ્યારે દિલ્હીમાં ગુરૂવાર આમ તો ફક્ત 62 નવા કેસ સામે આવ્યા પરંતુ 6 લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કલાકમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે.