માસ્ક પહેર્યા વિના સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં મુકશો તો દંડાશોઃ રાજકોટ પોલીસ કમિશનર - Without mask selfie punishable | Webdunia Gujarati
મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2020 (18:55 IST)

માસ્ક પહેર્યા વિના સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં મુકશો તો દંડાશોઃ રાજકોટ પોલીસ કમિશનર

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં માસ્ક પહેર્યા વગર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો તો દંડ ફટકારવામાં આવશે. ફરજિયાત માસ્કની અમલવારી કરાવવા સાયબર સેલની ટીમ એક્ટિવ કરવામાં આવી છે. તેમજ આઇવે પ્રોજેક્ટ હેઠળ માસ્ક પહેર્યા વગર જણાશો તો ઘરે ઇ-મેમો આવી જશે.  જાહેરમાં અને રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળનારા લોકો પાસેથી અત્યાર સુધી કોર્પોરેશન અને કલેક્ટ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી. પરતું હવે આ કાર્યવાહી પોલીસને પણ સોંપી છે. આથી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં અલગ અલગ જગ્યા પર આજે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 324 લોકો પાસેથી 64800નો દંડ વસુલવામાં આવ્યો છે.