મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2023 (14:20 IST)

બાબર આઝમે એકવાર ફરી ગુસ્સામાં આઈપીએલને લઈને કરી નાખી આ વાત

babar azam
Babar Azam on IPL : આઈપીએલ 2023 એક વાર ફરીથી શરૂ થવા જઈ રહી છે.  આઈપીએલ એક એવી લીગ છે જેમા આખી દુનિયાના ખેલાડી રમવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ પાકિસ્તાનના ખેલાડીઓનુ આ રમત પર બેન છે.  વર્ષ 2008ના આઈપીએલમા પાકિસ્તાની ખેલાડી જુદી જુદી ટીમોમાં રમતા જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમના પર બેન લાગી ગયો. હવે પાકિસ્તાનમાં પોતાની લીગ થાય છે. જેનુ નામ પીએસએલ એટલે કે પાકિસ્તાન સુપર લીગ છે.  જે આઈપીએલમા દુનિયાના મોટા મોટા ખેલાડીઓ રમે છે ત્મા પાકિસ્તાની ખેલાડી નથી રમી શકતા જેની ચીડ રહી રહીને તેમની તરફથી જોવા મળે છે.  હવે પૂર્વ ભારતીય કપ્તાન વિરાટ કોહલી સાથે પોતાની તુલના કરનારા પાકિસ્તાની ટીમના કપ્તાન બાબર આઝમે આઈપીએલને લઈને એવુ નિવેદન આપ્યુ છે કે જેના પર આખી દુનિયા હસી રહી છે. અને તેમનુ મજાક બનાવી રહી છે. 
 
બાબર આઝમે આઈપીએલને લઈને કહી આ વાત 

 
વર્તમાન સમયમાં પીએસએલ 2023 રમાય રહી છે. તેમા બાબર આઝમ રમી રહ્યા છે. હવે પાકિસ્તાન સુપર લીગમાં અંતિમ સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન હવે બાબર આઝમે પેશાવર ઝાલ્મીના પોડકાસ્ટ પર કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં સ્થિતિ અલગ છે. BBLમાં પિચો ઝડપી છે અને ત્યાં રમીને ઘણું શીખવા મળે છે. બીજી બાજુ જો આઈપીએલની વાત કરીએ તો એશિયાની જેમ ત્યાં પણ રમવા માટે સમાન શરતો ઉપલબ્ધ છે. હવે બાબર આઝમ ન તો IPL રમે છે અને ન તો ક્યારેય ભારતમાં રમ્યા છે. જ્યારથી બાબર આઝમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે ત્યારથી પાકિસ્તાની ટીમ ભારતમાં પ્રતિબંધિત છે. એટલે કે તેઓ ભારત આવ્યા બાદ ક્યારેય ક્રિકેટ રમ્યા નથી, તો તેઓને ભારતની પીચની કંડીશન કેવી રીતે ખબર પડી, તે પોતાનામાં એક મોટો પ્રશ્ન છે.
 
 
બાબર આઝમ પોતાની ટીમ તરફ ધ્યાન નથી આપી રહ્યા 
 
બાબર આઝમે પહેલા પોતાના પીએસએલની કંડીશન અને પોતાના દેશ વિશે વિચારવુ જોઈએ. જ્યા સ્થિતિઓ વિકરાળ થઈ રહી છે. પાકિસ્તાનમાં તો પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની જ ધરપકડ કરી શકાય છે.  પીએસએસમાં બાબર આઝમનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. બાબર આઝમનું આ નિવેદન દર્શાવે છે કે તે આવા નિવેદનો આપીને IPLમાં નહીં રમી શકવાનો ગુસ્સો કાઢી રહ્યો છે. તમને યાદ હશે કે અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને હાસ્યાસ્પદ નિવેદનો માટે પ્રખ્યાત શાહિદ આફ્રિદીએ પણ કહ્યું હતું કે આઈપીએલ લાંબા સમય સુધી ચાલે છે,  જ્યારે પીએસએલ ઓછા સમયમાં સમાપ્ત થાય છે. આ માત્ર એક હોલમાર્ક છે. પાકિસ્તાનના વર્તમાન ખેલાડીઓ કે ભૂતપૂર્વ ખેલાડીઓ, તેઓ ભારતીય ક્રિકેટ અને આઈપીએલ વિશે નિવેદનો આપવામાં આનંદ માણે છે, કારણ કે તે તેમને ટીઆરપી પણ આપે છે.