IPL પહેલા CSK ના આ બેટ્સમેને એક જ ઓવર માર્યા 7 સિક્સર, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ જુઓ  Video 6,6,6,6,6,6,6  
                                       
                  
				  				   
				   
                  				  વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં મહારાષ્ટ્રના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે મેચની 49મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. તમે વિચારતા જ હશો કે એક ઓવરમાં માત્ર છ બોલ હોય છે, તો ઋતુરાજ ગાયકવાડે સાત સિક્સર કેવી રીતે ફટકારી. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
				  										
							
																							
									  
	 
	વાસ્તવમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઉત્તર પ્રદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શિવા સિંહ પ્રથમ દાવની 49મી ઓવર ફેંકવા માટે ઉત્તર પ્રદેશ તરફથી આવ્યો હતો. ઋતુરાજે આ ઓવરના પહેલા 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. શિવા સિંહે ઓવરનો પાંચમો બોલ નો-બોલ તરીકે ફેંક્યો અને તે બોલ પર ઋતુરાજે પણ સિક્સર ફટકારી. આ ઓવરમાં 4 બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી. ઋતુરાજે બાકીના બે બોલમાં પણ સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ઓવરમાં કુલ 43 રન ફટકાર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે મેચમાં 159 બોલમાં 220 રન બનાવ્યા હતા, જેમાં તેણે 10 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. સમાચાર મળ્યા ત્યાં સુધી, મેચની માત્ર પ્રથમ ઇનિંગ સમાપ્ત થઈ છે. મહારાષ્ટ્રની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા છે. ઉત્તર પ્રદેશની ટીમ અત્યારે બેટિંગ કરી રહી છે.
				  
	
	
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	ઘણા રેકોર્ડ તૂટ્યા
	 
	આ મેચ બાદ ઋતુરાજ ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 2013માં રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 16 સિક્સર ફટકારીને સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ આગળ ઇયોન મોર્ગને 17 સિક્સર સાથે તોડ્યો હતો. પણ આજે ઋતુરાજ ગાયકવાડે 16 છક્કા લગાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી. આ મેચમાં ઋતુરાજે એક જ ઓવરમાં 43 રન બનાવ્યા. તે લિસ્ટ એ ક્ક્રિકેટમા એવુ કારનામુ કરનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. આવુ કરીને તેમણે આ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. 
				  																		
											
									  
	 ।