બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :કટક. , ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (17:31 IST)

LIVE 2nd ODI: ભારતે ઈગ્લેંડને આપ્યુ 382 રનનું વિશાળ લક્ષ્ય

ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી વનડે કટકના બરાબતી સ્ટેડિયમ પર રમાય રહી છે.  યુવરાજ સિંહે છ વર્ષ પછી વનડે સેંચુરી મારી છે. યુવીએ 98 બોલ પર સેંચુરી મારી. આ રીતે ટીમ ઈંડિયનો સ્કોર 200 પાર પહોંચી ગયો છે. 
 
25 રન સુધી ત્રણ વિકેટ ગુમાવ્યા પછી યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમને લડખડાતા બચાવી.  યુવરાજ શરૂઆતથી જ ઝડપથી રમ્યા જ્યારે કે ધોની તેમનો સારો સાથ આપી રહ્યા છે.  આ પહેલા યુવરાજે 2011માં વેસ્ટઈંડિઝ વિરુદ્ધ અંતિમ વનડે સેંચુરી મારી હતી. 
ધોનીએ 68 બોલ પર ફિફ્ટી રન બનાવ્યા.  ઈગ્લેંડના ઝડપી બોલર ક્રિસ વોક્સે ટીમ ઈંડિયાને શરૂઆતી ઝટકા આપ્યા હતા. 
 
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈંડિયાએ 25 રન સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધા છે. ત્રણેયની વિકેટ ક્રિસ વોક્સના ખાતામાં ગયા. તેમને કે. એલ રાહુલ(5) વિરાટ કોહલી (8) અને શિખર ધવન (11)ના રૂપમાં ટીમ ઈંડિયાના ટોપ ઓર્ડરને વિખેરી નાખ્યુ.