મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (15:34 IST)

કોહલીને બાબા રામ રહીમે સ્કોર બનાવતા શીખવાડ્યુ

ભારતના ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી એક પછી એક કીર્તિમાન બનાવતા જઈ રહ્યા છે. પણ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ સંત ગુરમીત રામ રહીમે એક ઈંટરવ્યુમાં દાવો કર્યો કે તેમને કોહલીને રમતના મોટા દાવ શીખવાડ્યા. 
 
ગુરમીત રામ રહીમે એક ઈંટરવ્યુમાં ખુદ ગુરમીત રામ રહીમે આ દાવો કરતા કહ્યુ કે તેમને કોહલીને સલાહ આપી. 
 
એક વેબ પોર્ટલને આપેલ ઈંટરવ્યુમાં ગુરમીત રામ રહીમે દાવો કર્યો કે ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી તેમના આશ્રમમાં આવ્યા હતા. તેમણે તેમના પોતાના હાથને સ્ટ્રોંગ કરવાના ટિપ્સ માંગ્યા હતા. જ્યાર પછી ગુરૂદાસ રહીમે તેમને અટૈકિંગ ક્રિકેટ રમવાનો ગુરૂમંત્ર આપ્યો હતો.