1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
  4. Hardik Pandya shifts to Bengaluru

હાર્દિક પંડ્યાનુ મોટુ પગલુ, મુંબઈ છોડી કાયમ માટે બેંગલુરૂ થયો શિફ્ટ, કારણ જાણીને ચોંકી જશો

BCCI
Hardik Pandya Shifts to Bengaluru: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક કાયમ માટે મુંબઈ છોડીને બેંગલોર શિફ્ટ થઈ ગયા છે. હાર્દિકનુ આ પગલુ ચોંકાવનારુ છે.  જો તમે પણ વિચારી રહ્યા છો કે અચાનક હાર્દિકે આવો નિર્ણય કેમ લીધો ? અહી તમને તેનો જવાબ મળશે.   

 
હાર્દિકે BCCI ના સેંટર ઓફ એક્સીલેંસ (COE) ને કારણે બેંગલુરૂ શિક્ટ થવાનો નિર્ણય લીધો. તેઓ હવે COE ને પોતાની ટ્રેનિંગનો કાયમી અડ્ડો બનાવવા માંગે છે. મોટેભાગે ક્રિકેટર બેંગલુરૂ ઈંજરીના રિહેબ, નેશનલ કૈપ અને ફિટનેસના મૂલ્યાંકન માટે આવે છે પણ હાર્દિકે કંઈક અલગ જ કર્યુ.   
 

મુંબઈ ઈન્ડિયન્સની ફેસિલિટીમાં કરતો હતો અભ્યાસ 

હાર્દિક મુખ્યત્વે મુંબઈ ઈન્ડિયન્સની ઘનસોલી ફેસિલિટીમાં તાલીમ લેતો હતો. હાર્દિક ગુજરાતના બરોડાનો રહેવાસી છે. જોકે તે લાંબા સમયથી મુંબઈમાં રહેતો હતો, પરંતુ હવે તેણે બેંગલુરુને પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું છે.
 

BCCI સૂત્રએ ખોલ્યુ રહસ્ય 

BCCI ના એક સૂત્રએ નામ ન આપવાની શરતે સમાચાર એજન્સી PTI ને જણાવ્યું, "હાર્દિક પહેલાથી જ કાયમી ધોરણે બેંગલુરુમાં સ્થળાંતર કરી ચૂક્યો છે. તેણે શહેરની બહાર સેન્ટર ઓફ એક્સેલન્સ પાસે એક મિલકત ભાડે લીધી છે. તે COE ને પોતાનો કાયમી તાલીમ આધાર બનાવનાર પ્રથમ ક્રિકેટર બનશે."
 
તેમણે વધુમાં ઉમેર્યું, "હાર્દિક મુંબઈ છોડીને જવા માંગતો હતો કારણ કે લોઅર પરેલના તેના ઘરેથી તાલીમ માટે દરરોજ આવવું મુશ્કેલ બની ગયું હતું. કેન્દ્રીય કરાર ધરાવતા ક્રિકેટર તરીકે, તેને COE ખાતે ઈજાની સારવારથી લઈને કૌશલ્ય તાલીમ સુધીની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે."

ઈજાથી પરેશાન છે હાર્દિક પંડ્યા  

હાર્દિક, જે હાલમાં તેની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, તેણે છેલ્લા છ મહિનાનો મોટાભાગનો સમય બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં વિતાવ્યો છે. ઈજાને કારણે, તે યુકેના વ્હાઇટ-બોલ પ્રવાસમાં રમી શક્યો નહીં, જેમાં આયર્લેન્ડ સામેની T20 શ્રેણીનો સમાવેશ થતો હતો. હવે, ઇંગ્લેન્ડ સામે T20 અને ODI શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો
આગળનો લેખ
આગામી બે થી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ચોમાસુ પહોંચશે, જેના કારણે ભારે વરસાદ પડશે