ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 19 જુલાઈ 2017 (00:04 IST)

Irfan pathanએ પોતાની પત્ની સાથેની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું - કુછ તો લોગ કહેગેં, !!

ફેસ બૂક પર ઇરફાન પઠાણે પોતાની પત્ની સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. ઇરફાને આ ફોટોની સાથે લખ્યું કે, આ છોકરી મોટી મુસીબત.  જો કે, ખરેખર આ ફોટો ઇરફાન માટે મુસીબત સાબિત થયો હોય એમ લાગે છે. કેટલાક લોકોએ ઇરફાનને એ વાતને લઇને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું કે, આમાં માત્ર તેનો અડધો ચહેરો નથી દેખાતો પરંતુ તેણે નેઇલ પોલિસ પણ લગાવી રાખી છે.
 
 પરંતુ ઇરફાનને આ તસવીરને લઇને ટ્રોલનો શિકારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, તેણે આ તસવીર સાથે લખ્યું હતું કે, કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના. ઇરફાનની આ સુંદર તસવીર પર ધર્મના ઠેકેદારાઓ લખ્યું કે, મારા મોટા ભાઇ, તે ખૂબ સમજદાર છો અને હોંશિયાર છો. તમારી પત્નીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી જોઇતી નહોતી. તમારી પાસેથી કોઇને પણ આવી આશા નહોતી. 3 તો બીજા અન્ય વ્યક્તિએ લખ્યું કે, નખપોલિશ ઇસ્લામમાં હરામ છે. જોકે, ઇરફાન પઠાણને અનેક લોકોએ સમર્થન આપ્યું હતું. અનેક સમર્થકોએ આ તસવીરની ખૂબ પ્રશંસા કરી હતી અને ટીમ ઇન્ડિયામાં ઇરફાનની વાપસીની પ્રાર્થના કરી હતી.