શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 માર્ચ 2021 (11:54 IST)

ભેદભાવ, નરેન્દ્રમોદી સ્ટેડિયમ માં દેશના લોકો માટે દુરબીન લઈ જવા પર પ્રતિબંધ, પણ વિદેશી લોકો માટે કોઈ પ્રતિબંધ નહીં

વિશ્વ ના સૌથી મોટા નરેન્દ્રમોદી સ્ટેડિયમ માં લોકો દેશ વિદેશ થી આવી રહ્યા છે  આ સ્ટેડિયમ માં 6 વર્ષ બાદ  મેચ રમાઇ રહી એટલે લોકો સ્ટેડિયમ ને જોવા માટે પણ ઘણા આતુર જોવા મળે છે .આ સ્ટેડિયમ માં લોકો ને સરળતાથી પ્રવેશ મળે તે માટે સ્ટેડિયમ ની બહાર પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સ્ટેડિયમ ની અંદર ઘણી વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં આજે સ્ટેડિયમ ની બહાર દર્શકો અને સ્ટેડિયમ ના ગેટ પરના અધીકારીઓ જોડે ઘર્ષણ જોવા મળ્યું.જેમાં કેટલાક લોકો ને દુરબીન લઈને સ્ટેડિયમ જતા રોકવામાં આવ્યા . સ્ટેડિયમ ના અધિકારીઓ નું કહેવું છે કે દુરબીન ને અંદર લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે જોકે દર્શકો નું કહેવું છે કે ટિકિટ ખરીદતી વખતે અને ટિકિટ માં પણ આ બાબત નો ઉલ્લેખ કરાયો નથી.
 
જોકે તમામ દર્શકો એ છેવટે દુરબીન વગર જ સ્ટેડિયમ માં જવું પડ્યું હતું.  તે દરમિયાન સ્ટેડિયમ માં ઇંગ્લેન્ડ થી આવેલા દર્શકો ને દુરબીન સાથે  સ્ટેડિયમ માં પ્રવેશ અપાયો હતો.જોકે સામાન્ય રીતે નિયમો તમામ માટે સરખા હોય છે આપણા દેશમાં જ હજી પણ ઇંગ્લેન્ડ ના લોકો ની વાત સાંભળી તેમને પ્રવેશ આપવામાં આવે છે બીજી બાજુ આપણા દેશ ના લોકો સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે તેની પર સવાલ ઉઠી રહ્યા છે
 
અમદાવાદ માં રહેતા જીતેષ પટેલ એ જણાવ્યું કે હું આજે મેચ જોવા માટે આવ્યો છું અને સામાન્ય રીતે બધા સ્ટેડિયમ માં દુરબીન લઇ જવા દેવામાં આવે છે હમણાં મેં જોયું કે ઇંગ્લેન્ડ ના કોઈ વ્યક્તિ ને જો પ્રવેશ આપ્યો તો મને કેમ નહીં .હું માનું છું ત્યાં સુધી દુરબીન લઈ જવા દેવું જોઈએ આવા ભેદભાવ ન કરવા જોઈએ