ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2017 (12:34 IST)

ક્રિકેટર Sir Jadeja પિતા બન્યાં, રિવાબાને દિકરી અવતરી

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પિતા બની ગયાં છે, તેમની પત્ની રીવાબાને દિકરી અવતરી છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્નને એક વર્ષ થયું છે. જાડેજા પરિવારના ઘરે નવા મહેમાનનું આગમન થતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.સ્ટર્લિંગ હોસ્પિટલમાં માતા-પુત્રી સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.  રીવાબાને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે 1.16 કલાકે દિકરીનો જન્મ થયો હતો. તેમની સિઝેરીયન ડિલિવરી થઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું.  

રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, માતા-પુત્રી બન્નેની તબીયત સારી છે. દીકરીના ઘરે લક્ષ્મીજી પધાર્યા તેનાથી બીજી ખુશીની વાત શું હોય શકે. 4 જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હતી. પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ મોડી રાત્રે રવિન્દ્રએ રીવાબાને ફોન કરી કહ્યું હતું કે, ટેક કેર.રીવાબાએ પોતાના પિતાના ઘરે આખી મેચ જોઈ હતી.