શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (18:46 IST)

Shahid Afridi: પુત્રીના લગ્ન પછી નારાજ છે શાહિદ અફરીદી, જાણો શુ છે આખો મામલો

afridi
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને સ્ટાર ઓલરાઉંડર શાહિદ અફરીદીની પુત્રીના લગ્ન થયે હાલ માત્ર ત્રણ દિવસ પસાર થયા છે. અફરીદીએ સમગ્ર વ્યવસ્થા સાથે પોતાની પુત્રીના લગ્ન શુક્રવારે ત્રણ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રી અંશા આફ્રિદીએ પાકિસ્તાન ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સાથે કરાચીમાં લગ્ન કર્યા હતા. ખૂબ જ સરસ માહોલમાં પાકિસ્તાનના આ હાઈપ્રોફાઈલ કપલે બધાની ખુશી વચ્ચે લગ્ન કર્યા. આ ગ્રૈંડ વેડિંગ સેરેમનીમાં આખી પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવી હતી, જેની સાથે શાહિદ અને શાહીન આફ્રિદીએ તેમના ચહેરા પર સ્મિત સાથે ફોટો પણ પડાવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો.   તો પછી, માત્ર ત્રણ દિવસમાં એવું શું બન્યું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને જાહેરમાં પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું?

 
લગ્નના ફોટો અંશા અફરીદીના એકાઉંટ પરથી સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યા હતા 
 
ઉલ્લેખનીય છે કે અંશા અફરીદીના શાહીન સાથે લગ્ન પછી તેમની અનેક ફોટો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાથી મોટાભાગની તસ્વીરો વેડિંગ સેરેમની દરમિયાન ખેંચવામાં આવેલી તસ્વીરો તેમની અને શાહીન અફરીદીની છે. ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર આ તસ્વીરો અંશા અફરીદીના હૈંડલ કે એકાઉંટ પરથી અપલોડ કરવામાં આવી રહી છે. શાહિદ અફરીદીએ આ પરિસ્થિતિ પર નારાજગી જાહેર કરતા પોતાની નારાજગી જાહેર કરી છે. 
 
શાહિદ અફરીદીએ પોતાની પુત્રીને સોશિયલ મીડિયા એકાઉંટ પર કર્યુ મોટુ એલાન
 
અફરીદીએ સોમવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર હૈંડલ પરથી એક ટ્વીટ કરતા આ વિશે સૌને સૂચિત કર્યા. તેમણે લખ્યુ, એલાન - આ વાતની ચોખવટ કરવા માટે કે મારી કોઈપણ પુત્રી સોશિયલ મીડિયા પર નથી અને તેના નામવાળા દરેક એકાઉંટ ફેક છે, જેને ફેક એકાઉંટના રૂપમાં રિપોર્ટ કરવી જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે શાહીન અફરીદીની સગાઈ બે વર્ષ પહેલા જ થઈ ગઈ હતી પણ કોરોના વાયરસની મહામારી અને અન્ય કારણોસર તેમની લગ્નમાં વિલંબ આવતો રહ્યો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન બાબર આઝમ અને પૂર્વ કપ્તાન સરફરાજ અહમદ સહિત તમામ ખેલાડીઓએ શાહીનની વેડિંગ સેરેમનીમાં હાજરી આપી.