શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: પોર્ટ ઓફ સ્પેન. , શુક્રવાર, 23 જૂન 2017 (10:34 IST)

ચેમ્પિયંસ ટ્રોફીની હાર ભુલાવીને આજે West Indies સામે ઉતરશે Indian Team

કપ્તાન વિરાટ કોહલી આજે અહી વેસ્ટઈંડિઝની નબળી ટીમના વિરુદ્ધ પહેલા એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ પહેલા મુખ્ય કોચ અનિલ કુંબલેના વિવાદાસ્પદ પરિસ્થિતિમાં ટીમનો સાથ છોડવાથી મેદાન બહારના વિવાદને પાછળ છોડવા માંગશે. 
 
કુંબલેનું મુખ્ય કોચના રૂપમાં સફર કેરેબિયાઈ સરજમી પર જ શરૂ થયુ હતુ પણ એક વર્ષની અંદર ભારતીય ટીમ હી પોતાના કોચ વગર જ પરત ફરી છે. ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારતના પ્રદર્શનથી વધુ ચર્ચા કપ્તાન કોહલીના કોચ કુંબલે સાથે મતભેદોની ચાલી.  કપ્તાન કોહલી આવા મુશ્કેલ સમયમાં વેસ્ટઈંડિઝ પાસે નબળા હરીફની આશા નહોતા કરી શકતા જેને અફગાનિસ્તાન વિરુદ્ધ પણ ઝઝૂમવુ પડ્યુ. 
 
5 મેચોની એકદિવસીય શ્રેણી અને એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીયમાં કેટલીક મોટી જીત આ સમગ્ર વિવાદ પરથી લોકોનુ ધ્યાન હટાવવામાં કોહલીની મદદ કરશે.  સાથે જ આ એવી તક હશે જ્યારે કોહલીની ટીમ પસંદગીમાં પૂરી છૂટ મળશે. કારણ કે બેટિંગ કોચ સંજય બાંગડની શક્યત તેમા કોઈ ભૂમિકા નહી રહે.  જેસન હોલ્ડરની આગેવાનીવાળી વેસ્ટઈંડિઝની ટીમ તાજેતરમાં અફગાનિસ્તાન વિરુદ્ધ 1-1 શ્રેણી બરાબર કરી અને તેમા કોઈ શંકા નથી કે વર્તમન ભારતીય ટીમનુ સ્તર મેજબાન ટીમથી સારુ છે. 
 
કોહલી પણ આટલુ સારી રીતે જાણે છે અને બીસીસીઆઈના મોટા અધિકારીઓ સાથે કુંબલે મામલે પુર્ણ સમર્થન મળ્યા પછી ભારતીય કપ્તાન માટે ભૂલ કરવાની આશા ખૂબ ઓછી રહેશે.  ભારતના વનડેમાં 5-0થી જીતની આશા કરવામાં આવી રહી છે. કારણ કે વેસ્ટઈંડિઝના 13 ખેલાડીઓમાંને કુલ મળીને  213 મેચ રમવાનો અનુભવ છે. જેમા કપ્તાન હોલ્ડર 58 મેચની સાથે સૌથી અનુભવી ખેલાડી છે.