સુરક્ષા કારણોસર મીડિયા પાક. કેમ્પથી દૂર

લાહોર | ભાષા| Last Modified રવિવાર, 14 ફેબ્રુઆરી 2010 (10:28 IST)

સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીથી મીડિયાને દુર રાખવાની ફરજ પડી છે. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી ખાતે દેશની ટ્વેન્ટી ટીમ દુબઈમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી શ્રેણી માટે ટ્રેનિંગ લઈ રહી છે.

બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે, મીડિયાએ એકેડમીમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી નથી. પાકિસ્તાની ખેલાડીઓએ શુક્રવારે તેમની ટ્રેનિંગ શરૂ કરી હતી. કેપ્ટન શોએબ મલિકને પત્રકારો સાથે વાત કરવા એકેડમીને બહાર આવવાની ફરજ પડી હતી.

શનિવારે પણ મલિકે એકેડમીની બહાર જ વાત કરી હતી. પાકિસ્તાન આગામી સપ્તાહમાં ઈંગ્લેન્ડ સામે બે ટ્વેન્ટી મેચ રમશે.


આ પણ વાંચો :