આઈસીસી એવોર્ડ્સ 2008
દુબઈમાં આજે રંગારંગ કાર્યક્રમમાં ભારતીય ખેલાડીઓ આઈસીસી એવોર્ડ્સ 2008માં ભાગ લેવા ગયા છે. જ્યા બુધવારે મોડી સાંજે વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.
યુવી બેસ્ટ ટ્વેંટી 20 પ્લેયર : આજે યુવરાજ સિંહને ટ્વેંટી-20 ક્રિકેટ મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ટ્વેંટી-20 ક્રિકેટ મેચમાં પુરસ્કાર મેળવવા માટે યુવરાજની ટક્કર કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, વેસ્ટેંડિઝ્ના ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી સાથે હતી. જેમેને પછાડી યુવીએ આ ખિતાબ હાંસલ કર્યો હતો. ટ્વેંટી-20 માં એક પછી એક છ વાર બાઉંડ્રી કુદાવીને હાફ સેંચુરી બનાવી હતી જેનાથી ભારતની જીત મજબૂત બની હતી. યુવરાજનુ નામ જાહેર થતા ઉપસ્થિત યુવરાજના ચાહકોએ તાળીયો અને બુમો પાડીને યુવરાજને વધાવી લીધો હતો.
શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટ ખેલાડી ધોની :
ધોનીને શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટ ખેલાડી માટે પસદગી કરવામાં આવી છે. જબરદસ્ત પ્રદર્શન કરવા બદલ બેસ્ટ પ્લેયર ઓફ ધ વન ડે ક્રિકેટનો ખિતાબ ધોનીને એનાયત કરવામાં આવ્યો છે. જોકે આ ખિતાબ મેળવવા માટે ધોની સાથે કોઈ સ્પર્ધામાં હતુ જ નહી.
ધોની આવ્યા પછી વનડે ક્રિકેટ મેચ ભારતનું પ્રદર્શન સુધર્યુ છે. અને ટ્વેંટી-20 મેચમાં પણ જીત મેળવવા પાછળ તેમનો મૂલ્યવાન કપ્તાનીનો ફાળો છે. સમગ્ર વનડેમાં તેમનુ પ્રદર્શન સારૂ રહેતા ધોનીને આ ખિતાબ માટે પસંદ કરવમાં આવ્યા છે.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ટીમમાં પસંદગી: ભારતના વિરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર, અને મહેન્દ્રસિંહ ધોનીની 12 સદસ્યવાળી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયાના રીકી પોંટીગની કપ્તાન તરીકે પસંદગી કરવામાં આવી છે.
ઈશાંત શર્માનું દીલ તોડ્યુ મેંડીઝે : ભાતરતીય ક્રિકેટ ટીમના ઈશાંત શર્માને ઉભરતા નવા ખેલાડી તરીકે ઈમર્જિન પ્લેયર તરીકેનો પુરસ્કાર મળશે એવી આશા હતી. પરંતુ ઈશાંતનું દિલ તોડ્યુ શ્રીલંકાના બોલર અજંતા મેંડીઝે. અજંતા મેંડિઝને આ વર્ષના ઈમર્જિન પ્લેયર માટેનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
સ્પિરીટ ઓફ ધ ટીમ શ્રીલંકા: સમગ્ર વર્ષ દરમિયાન ક્રિકેટ મેચોમાં ટીમમાં રમવાની ધગસ, પ્લાનીંગ, અને એકજુટતાનો ખિતાબ એટલે સ્પિરીટ ઓફ ધ ટીમ માટે શ્રીલંકન ટીમનું સમ્માન કરવામાં આવ્યુ હતું. શ્રીલંકન ટીમે સખત પ્રદર્શન સાથે અને ખેલાડીઓની મહેનતથી સતત બીજી વાર આ એવોર્ડ જીત્યો હતો. જોકે આ વર્ષે શ્રીલંકન ટીમના પ્રદર્શનમાં સારો એવો સુધાર જોવા મળ્યો હતો. જેને માટે આ ટીમ ખરેખર સમ્માનને હકદાર છે.
રેયાન ડોશાટેને એસોસિયેટ પ્લેયર એવોર્ડ: નેધરલેંડના રેયાન ડોશાટે આઈસીસી એસોસિએટ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો છે.
સાઈનન ટફેલ શ્રેષ્ઠ એમ્પાયર : સતત પાંચમીવાર શ્રેષ્ઠ એમ્પાયરનો ખિતાબ પોતાના નામે કરી રાખતા ઓસ્ટ્રેલિયાના સાઈનન ટફેલે વિક્ર્મ સર્જ્યો છે. પોતાની અદભૂત એમ્પાઈરીંગથી જાણીતા સાઈનન ટફેલે સતત પાંચમી વાર શ્રેષ્ઠ એમ્પાયર ઓફ ધ યરનો ખિતાબ મેળવ્યો છે.
બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર ચંદ્રપાલ : વેસ્ટ ઈંડીઝના શિવનારાયણ ચંદ્રપાલને 2008ના સર ગારફીલ્ડ સોબર્સ સમ્માન માટે પસંદગી કરાઈ છે.
બેસ્ટ ટેસ્ટ પ્લેયર ડેલ સ્ટેન : દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડેલ સ્ટેનને બેસ્ટ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ એનાયાત કરવામાં આવ્યો હતો.
| |
|