1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ગુજરાતની મજબૂત શરૂઆત

રાજકોટ
ગુજરાતે સૌરાષ્ટ્રની સામે રણજી ટ્રોફી ક્રિકેટ સુપર લીગ મેચના પ્રથમ દિવસે ચાર વિકેટ પર 304 રન બનાવી લીધા હતાં. જેમાં ભાવિક ઠક્કર 73 અને સન્ની પટેલ 90 રનની અણનમ ભાગીદારીએ રંગ રાખ્યો હતો.

સૌરાષ્ટ્રના કપ્તાન જયદેવ શાહે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ગુજરાતની પ્રથમ વિકેટ પ્રિયંક પંચાલની પડી ત્યારે તેનો સ્કોર માત્ર ચાર રનનો જ હતો.

ગુજરાતના કપ્તાન પાર્થિવ પટેલ 42, નીલેશ મોદી 35 સાથે મળીને 77 રન બનાવ્યા હતાં.

જ્યારે નીરજ પટેલ માત્ર 36 રન જ બનાવી શક્યા. ટી બ્રેક સુધી ગુજરાત 160 રન સુધી પહોચ્યુ હતું.

ભાવિક અને સન્નીએ વિખુટા પડ્યા વિના 144 રન બનાવી લીધા. સૌરાષ્ટ્ર તરફથી સંદીપે બે વિકેટ લીધી જ્યારે ઓદેદારા અને ધ્રુવે માત્ર એક એક વિકેટ લઈ શક્યા હતાં.