મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By ભાષા|

ગાયના શીંગડાએ બનાવ્યો સફળ બોલર

મખાયા એંતિનીની રોચક કથા

કદી ગાય વાછરડાંને ચરાવનારો અને આજે દક્ષિણ આફ્રિકા આક્રમણનો મુખ્ય બોલર એંતિનીએ વિકેટો વચ્ચે પોતાની સર્તકતાનો શ્રેય બાળપણમાં ગાયોના શીંગડા પર નિશાન તાકવામાં પોતાની નિપુણતાને આપે છે.

એંતિનીએ કહ્યુ કે બાળપણમાં ગાયોને ચરાવતી વખતે અમે ગાયના સીંગડાં પર નિશાન તાકવાની રમત રમતાં હતા. જે છોકરો ગાયના સીંગ પર નિશાન લગાવી દેતો હતો, તેને નંબર મળતા હતા અને હું આમા કદી નહોતો ચૂક્યો.

હવે ત્રીસ વર્ષીય બોલર એંતિની દુનિયામાં બીજા નંબરનો બોલર છે અને પહેલા કદી ક્રિકેટમાં રસ નહી બતાવતાં દક્ષિણ આફ્રિકાની અશ્વેત જનતા માટે 'આદર્શ નાયક' છે.

એંતિનીએ એક મુલાકાતમાં કહ્યુ કે તેમણે જોયુ છે કે કેટલાય અશ્વેત ખેલાડી તેમના પગલે ચાલી રહ્યા છે. તેમણે પોતાના કેરિયરના ઉતાર ચઢાવ પર ચર્ચા કરી. તે સન્યાસ લેતા પહેલા પોતાના દેશની તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર બનવા માંગે છે.

એંતિનીના મુજબ ' મારુ માનવુ છે કે ક્જો આજે વરસાદ પડી રહ્યો છે તો કાલે સૂરજ નીકળશે અને ફરીથી ચમકશે. આ જ મારા જીવનનો મૂલમંત્ર છે, અને આને ધ્યાનમાં રાખીને હું આગળ વધ્યો'.

એંતિનીની ક્રિકેટમાં આવવાની વાર્તા બહુ રસપ્રદ છે. તે ત્યારે 15 વર્ષના હતા. એક દિવસ પોતાના મિત્રો સાથે તેમણે ઈસ્ટર્ન કેપ પ્રોવિંસના ગ્રામીણ વિસ્તારમાં પોતાના ઘરની પાસે મેદાનમાં બહુ બધી કારો જોઈ. અમે તે જોવા પહોંચી ગયા કે શુ થઈ રહ્યુ છે. અમને ત્યાં ગયા પક છી બોલ ફેંકવા માટે આપવામાં આવ્યો અને મેં ત્યાં હાજર છોકરાઓ કરતાં વધુ ઝડપથી બોલ ફેંકી અને મારી પસંદગી થઈ ગઈ, અને અહીંથી જ તેમનો ક્રિકેટ સાથે જોડાવવાનો રસ્તો ખુલી ગયો. એંતિનીએ કહ્યુ કે આ ઈશ્વરનું વરદાન છે કે હું ક્રિકેટર બન્યો નહી તો ક્રિકેટર બનવાની મારી કોઈ શક્યતા નહોતી.

ત્યારબાદ તરતજ યુવા મખાયાને ક્રિકેટ સ્કૂલ ડેલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો અને 1995માં તેમણે એલન બોર્ડરની પ્રાંતીય ટીમ સાથે રમવાનું શરૂ કરીને ત્વરિત રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનુ શરૂ કરી દીધુ.

તેઓ ડિસેમ્બર 1997માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડ પ્રવાસ માટે ટીમમાં પસંદ થઈ ચૂક્યા હતા. પણ એક ખેલાડી ઘાયલ થવાને કારણે તેમણે ટીમમાં બોલાવી લેવામાં આવ્યા. તેમણે જાન્યુઆરી 1998માં પર્થમાં ન્યૂઝીલેંડના વિરુધ્ધ પોતાની પહેલી એકદિવસીય મેચ રમી.

એંતિનીએ કહ્યુ મને યાદ છે કે મારી પહેલી વિકેટ ન્યૂઝીલેંડના પૂર્વ કપ્તાન સ્ટીફન ફ્લેમિગની હતી. ત્યારે હું શુ અનુભવી રહ્યો હતો તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.