બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated :વડોદરા. , શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 (12:40 IST)

વડોદરામાં ડિલીવરી બોયે પકડ્યો યુવતીનો હાથ, બોલ્યો - તમે ખૂબ સુંદર છો, પોલીસે કરી ધરપકડ

vadodara crime news
vadodara crime news
ગુજરાતના વડોદરા શહેરમાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે.  ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક યુવતીએ જોમેટોમાંથી ઓનલાઈન ફુડનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર લઈને પહોચ્યો યુવકે અચાનક યુવતીનો હાથ પકડી લીધો અને પછી તેને કહ્યુ કે તે તેને ખૂબ પ્રેમ કરે છે. જો કે યુવતીએ પોતાનો હાથ છોડાવી લીધો અને પરિજનોને આ વિશે માહિતી આપી. ત્યારબાદ મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 
ઓર્ડર આપવાને બહાને પકડ્યો હાથ 
વર્તમાન દિવસોમાં ઓનલાઈન ફુડની પ્રથા ખૂબ વધી ગઈ છે. આ દરમિયાન અનેક ઘટનાઓ પણ સાંભળવા મળે છે. આ જ ક્રમમાં વડોદરામાં ઓનલાઈન ડિલીવરી કરતી વખતે ડિલીવરી બોય દ્વારા એક મહિલા સાથે છેડછાડનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.  અહી વડોદરાના એક એપાર્ટમેંટમાં રહેનારી યુવતીએ ઓનલાઈન ફુડનો ઓર્ડર કર્યો હતો. તેના ઓર્ડરને જોમેતોના ફુડ ડિલીવરી બોય મોહમ્મદ અકમલ ફિરોજવાલા લઈ ગયો હતો. યુવતીને ઓર્ડર આપ્યા પછી તેણે તેનો હાથ પકડી લીધો. જેથી યુવતી હેરાન રહી ગઈ. 

 
 પોલીસે કરી ધરપકડ 
આ દરમિયાન આરોપીએ યુવતીનો હાથ પકડીને કહ્યુ, 'તુ ખૂબ સુંદર છે અને હુ તને ખૂબ પસંદ કરુ છુ. જો કે યુવતીએ ડિલીવરી બોયની હરકત જોઈને તરત જ પોતાનો હાથ છોડાવી લીધો. તેણે પોતાના પરિવારને આ ઘટના વિશે માહિતી આપી. બીજી બાજુ પરિવારના કહેવા પર યુવતીએ લક્ષ્મીપુરામાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ડીસીપી જોન-1 જુલી કોઠિયાએ જણાવ્યુ કે આરોપી વિરુદ્ધ યુવતી સાથે છેડછાડની ફરિયાદ પછી આરોપી વિશે માહિતી એકત્ર કરવામાં આવી અને પછી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.