1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (16:40 IST)

ટ્યુશન ક્લાસિસમાં આવતી વિદ્યાર્થીનીને રેકીના નામે શારીરિક છેડતી કરી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમદાવાદના ચાંદખેડામાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરતા પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
 
અમદાવાદઃ શહેરમાં સ્કૂલમાં ભણતી 20 વર્ષની વિદ્યાર્થીનીને ટ્યુશન ક્લાસિસના શિક્ષકે રેકી ના નામે શારીરિક અડપલાં કરીને છેડતી કરી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ટ્યુશન ક્લાસિસના ટીચરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શિક્ષકે રેકી કરવાના બહાને વિદ્યાર્થીનીના શરીર પર હાથ ફેરવીને તેને કીસ કરી લીધી હતી અને આવું વારંવાર કરવા કહ્યું હતું. પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને શિક્ષક વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
પહેલા પિતાના દેખતા જ રેકી કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મુળ ઉત્તરપ્રદેશનો પરિવાર ચાંદખેડામાં રહે છે. જેમાં ફરિયાદી વિદ્યાર્થીની તેના પિતા સાથે રહે છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં પ્રકાશ સોલંકીના ત્યાં ધોરણ 12 આર્ટસના ગ્રુપ ટ્યુશનમાં એડમીશન લીધું હતું તેમજ ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ ચાલુ કર્યું હતું. જેમા ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો છે અને આ ટયુશન બાબતે એક દિવસ અગાઉ હું અને મારા પિતા  પ્રકાશ સોલંકીને ટયુશન બાબતે મળવા ગયા હતાં ત્યારે પ્રકાશભાઇએ અમને જણાવ્યું હતું કે હું રેકી અને હીલીંગ કરુ છુ જે શરીર ના સાત ચક્રો જાગ્રુત કરે છે ત્યારે તેણે મારા માથા ઉપર તેમજ ગળાના ભાગે હાથ મુકી રેકી કરી હતી. મે તેજ દિવસે ગ્રુપ ટ્યુશનમા જવાનુ ચાલુ કરી દીધું હતું. 
 
માથા ઉપર હાથ મુકી કોઇ મંત્ર બોલવા લાગ્યો હતો
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બે દિવસ બાદ ફરિયાદી વિદ્યાર્થીની તેના પિતા સાથે ટ્યુશન ક્લાસિસ ખાતે આવી હતી. પ્રકાશ સોલંકીએ મને ઓફીસમા બોલાવી હતી મે તેમને ટયુશનના ટાઇમ ટેબલ વિશે પુછતા તેમણે મને ઓફીસમા બેસીને વાત કરવાનુ કહ્યું હતું. જેથી હું તેમની ઓફીસમા ગઈ હતી તેણે ત્યાં મને કહ્યું હતું કે, "તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો" તેમ કહેતા મે તેઓને ટાઇમ ટેબલ લખાવવાનું કહ્યું હતું. આ દરમિયાન તેણે મારી પર્સનલ વાતો પુછવાનુ ચાલુ કર્યું હતું. તેણે મને જણાવેલ કે "આજ મે ફીરસે રેકી દે રહા હું" તેમ કહી મારા માથા ઉપર હાથ મુકી કોઇ મંત્ર બોલવા લાગેલ બાદ અચાનક જ તેણે મારી મરજી વિરુધ્ધ મારા ડ્રેસના ગળાના ભાગેથી હાથ નાખી મારી છાતી દબાવવા લાગેલ અને મારા માથાના ભાગે બે વાર કીસ કરી હતી. તે વાંરવાર મારો હાથ પકડી આપણે દોસ્ત છીએ તેવું કહેવા માંડ્યો હતો. 
 
આરોપી શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ
ફરિયાદમાં વિદ્યાર્થીનીએ જણાવ્યા પ્રમાણે તેણે આટલેથી નહીં અટકતાં મારે તારા કપડા કાઢી બરાબર ચેક કરવુ પડશે તેમ કહી બીજા રૂમમાં આવવાનુ કહેતા મે તેને ના પાડી દીધી હતી.  ત્યારે ફરીથી તેણે મારો હાથ પકડી આપણે દોસ્ત છીએ આ વાતની જાણ કોઇને કરતી નહિ આ વાત આપણા બન્નેની પર્સનલ છે અને આપણે અઠવાડીમા એક વાર રેકી કરીશુ અને રોજ મને હગ કરજે અને કીસ કરજે હું તને પાસ કરાવી દઇશ. આ વાતની જાણ મેં મારા ભાઈ અને પિતાને કરી હતી. ત્યાર બાદ મારા પરિવારજનોએ આ પ્રકાશ સોલંકીને વાત કરતાં જ તે ઉશ્કેરાયો હતો અને અમારી સાથે ઝઘડો કરવા માંડ્યો હતો. ત્યાર બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીનીએ ફરિયાદ કરતાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.