બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2023 (13:53 IST)

Girls Molested Videos: મહારાષ્ટ્રના અહમદનગરમાં રસ્તા વચ્ચે યુવતીની છેડતી

school going girls molested
school going girls molested
Ahmednagar Girls Molested Videos: મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના પાથર્ડી તાલુકાના તીસગામમા શહેરની વચ્ચે રસ્તા પર શાળામાં જનારી છોકરીઓની છેડતીનો એક શરમજનક વીડિયો સામે આવ્ય છે. આ શાળામાં જનારી છોકરીઓ સાથે રસ્તા પર છેડતી કરવામાં આવી રહી છે. આ દરમિયાન છોકરીઓ ખુદને બચાવવા માટે બૂમો પાડી રહી છે. પણ કોઈ મદદ માટે આગળ આવતુ નથી. 

 
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કુલમાં જનારી બે યુવતીઓમાં એક યુવતીને એક યુવક પકડીને તેની સાથે છેડછાડ કરવા માંડે છે. આ દરમિયાન તેનો વીડિયો બનાવ્યા બાદ વીડિયો વાયરલ કરવામાં આવ્યો. વીડિયો વાયરલ કર્યા બાદ રાજ્ય મહિલા આયોગે મામલાને ગંભીરતાથી લેતા અહમદનગરના પોલીસ અધીક્ષકને તત્કાલ મામલે તપાસ કરી તથ્યાત્મક રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.