ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 4 જુલાઈ 2023 (13:31 IST)

Panchmahal - ઝાલોદ અને લીમડી વચ્ચે કાર પલટી ખાતા બે યુવાનોના મોત, ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

Jhalod and Limdi accident
Jhalod and Limdi accident
મિત્રના જન્મ દિવસની ઉજવણી કરીને પાંચેય જણા કારમાં લીમડી તરફ રવાના થયા હતાં
 
ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. આજે પંચમહાલમાં ઝાલોદ અને લીમડી વચ્ચે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. એક મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલાં પાંચ મિત્રોની કાર આ હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી. જેમાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ યુવાનોને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
સાંપોઈ ગામ નજીક કાર પલટી ખાઈ ગઈ 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંશુલ રાઠોડ, અંકુર લખારા, જીગર લખારા, દેવ ચૌહાણ અને શેહબાજ એમ પાંચેય મિત્રો જીગર લખારાનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી માટે એકત્રિત થયા હતા. જન્મ દિવસની ઉજવણી કરી એક કારમાં તમામ હસતા હસતા પરત લીમડી તરફ જવા રવાના થયા હતા. ઝાલોદ અને લીમડી વચ્ચે કારની ઝડપને લીધે કે અન્ય કોઈ કારણે સાંપોઈ ગામ નજીક કાર પલટી ખાઈ ગઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં અંકુર લખારા અને તેના મિત્ર અંશુલ રાઠોડનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 
જ્યારે જીગર લખારા, દેવ ચૌહાણ અને શેહબાજને તાત્કાલિક 108 મારફતે દવાખાને ખસેડવામા આવ્યા હતા.