મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 ઑગસ્ટ 2022 (18:51 IST)

Surat Ganesh Utsav - ગણપતિ લાવતી વખતે સ્ટંટ બતાવનાર યુવક ગંભીર રૂપે દઝાયો

Surat Ganesh Utsav
આજથી ગણપતિ ઉત્સવ શરૂ થઈ ગયો છે. લોકો વાજતે ગાજતે ગણેશજીને લાવી રહ્યા છે. સુરતમાં આવા જ એક સાર્વજનિક ગણેશ યાત્રા દરમિયાન  સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક મોઢામાંથી કેમિકલ છોડીને આગનુ સ્ટંટ બતાવી રહ્યો હતો અને અચાનક આગે તેના શરીરને પકડી લીધુ હતુ.  યાત્રામાં કરેલા સ્ટંટને કારણે યુવક દાઝી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
શ્રીજીની પ્રતિમા આગમન સમયે ઢોલ નગારા વાગતા હતા અને દરેક વ્યક્તિ પોતાની રીતે ઉત્સાહ બતાવતો હતો. દરમિયાન જે ઘટના બની તેનાથી લોકો અવાક થઈ ગયા હતા. આગની જ્વાળામાં ઘેરાયેલા યુવકે પોતાનું શર્ટ કાઢીને આગ બુજાવવાનો કર્યો હતો. ઘટનામાં સ્ટંટ કરનાર યુવકને દાઝવાના કારણે ઇજા થઈ હતી પરંતુ એકવાર ચોક્કસ જોતા ભલભલાના રુવાડા ક્ષણિક ઊભા થઈ ગયા હતા.