સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 31 ઑગસ્ટ 2022 (18:19 IST)

Sonia Gandhi Mother: સોનિયા ગાંધીની માતા પાઓલા માયનોનુ ઈટલીમાં નિધન

Sonia Gandhi Mother: કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું નિધન થયું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સોનિયા ગાંધીની માતા પાઓલા મૈનોનું 27 ઓગસ્ટના રોજ ઈટાલીમાં તેમના ઘરે અવસાન થયું હતું. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
 
સોનિયા ગાંધી સારવાર વિદેશમાં 
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મેડિકલ તપાસ માટે હાલ વિદેશમાં છે. તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે.
 
પોતાની માતાને મળવા ગયા હતા સોનિયા ગાંધી 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયા ગાંધી ગયા અઠવાડિયે તેમની માતાને મળવા ગયા હતા. આ મુલાકાત તેમની તબીબી તપાસ માટેના વિદેશ પ્રવાસનો એક ભાગ હતો.