શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2023 (08:58 IST)

દીકરાના સાસરિયાઓ સાથે ધંધો કરવો મોંઘો પડ્યો, 7.20 લાખ રોકીને હિસાબ માંગતા ધમકીઓ મળી

money salary
દીકરાની વહુએ દહેજનો કેસ કરીને મોઢુ બંધ કરાવવાની કોશિષ કરી
 
અમદાવાદઃ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના અનેક કેસ આવતાં હોય છે. પરંતુ હવે વેપારીઓમાં થતી ઠગાઈના કેસ પણ વધી રહ્યાં છે. શહેરમાં હેર સલૂન ચલાવતાં દુકાનદારને પાંચ જણાએ વિશ્વાસમાં લઈને કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતી કંપની ઉભી કરવા તૈયાર કર્યા હતાં. આ માટે દુકાનદાર પાસે સાત લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. તેમણે કંપની ઉભી થઈ ગયા બાદ પ્રોડક્ટ માર્કેટમાં વેચાણ અર્થે મુકીને સારી એવી રેવેન્યુ મેળવી હતી. જયારે દુકાનદારે તેમની પાસે હિસાબ કરવાની વાત કરી હતી ત્યારે આ પાંચ જણાએ તેમને હિસાબ આપવાના ગલ્લા તલ્લાં કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જેથી દુકાનદારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. 
 
હરેશભાઈ ચુડાસમાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ હેર સલુનનો ધંધો કરે છે. 2019માં તેમના દિકરાના લગ્ન હિમતભાઈ ચાવડાની દિકરી પ્રતિભા સાથે થયા હતા. મારા દીકરા સાવનના સાળા ગૌરાંગ ચાવડા અમારા ઘરે આવતા ત્યારે અવારનવાર કહેતા કે,તમારી દિકરી જાનકી કેમીસ્ટ થઈ ગયેલ છે તો આપડે તેમના નામે લાયસન્સ લઈને કોસ્મેટીક પ્રોડકટ બનાવવા તથા વેચાણ કરવાનો ભાગીદારીમાં ધંધો શરૂ કરીએ. હું તથા મારા પપ્પા હીમતભાઈ ચાવડા તથા મારો ભાઈ કશ્યમ ચાવડા આ ધંધો સંભાળશે.ત્યાર બાદ દુકાનદારે ઘરના સભ્યો સાથે વાતચીત કરી ધંધો કરવા સહમતી દર્શાવી હતી અને ગત ફેબ્રુઆરીમાં ભાગીદારી પેઢી કરાર કરી હરબા એન્ટરપ્રાઇઝ નામથી કોસ્મેટીક પ્રોડકટ બનાવાની કંપની રજીસ્ટ્રેશન કરાવેલ અને મેલડી એસ્ટેટમા શેડ ભાડે લઈ કંપની ચાલુ કરી હતી. 
 
અમારી ભાગીદારી પેટે ટુકડે ટુકડે 7.80 લાખ જેટલી રકમ ગૌરાંગ ચાવડાને આપેલ અને ત્યારબાદ અમોએ કંપનીના નામે જોઈન્ટ બેંક ખાતુ ખોલાવેલ જેમાં પણ અમે પૈસા નાખેલ હતા અને ત્યાર બાદ મારી દિકરી જાનકી એમ.એસ.સી કેમીકલની ડીગ્રી ધરાવતા હોય જેથી મારી દિકરીના નામે લાયસન્સ લીધેલ અને અમોએ કોસ્મેટીક પ્રોડકટનો ધંધો શરૂ કરેલ અને મારી દિકરી પણ ત્યા કેમીસ્ટ તરીકે કામ કરતી હોય જેથી મારી દિકરીને માસીક 80 હજાર મહેતાણુ આપવાનુ નક્કી કર્યું હતું.અમારી કંપનીમાં પ્રોડકટ બનાવવાનુ ચાલુ કરેલ અને જે પ્રોકડટ બનાવતા હતા તે હરબા કંપનીની પ્રોડકટ ફેમોરા બ્રાન્ડથી બજારમાં વેચાણ થવા લાગેલ બાદ થોડા સમય પછી આ ગૌરાંગ ચાવડા પાસે અમારા ભાગીદારીના પૈસા લેવા સારૂ હિસાબ કરવા જણાવેલ જેથી આ ગૌરાંગ ચાવડા તથા તેમના પપ્પા તથા તેમના ભાઈ કશ્યપ ચાવડાએ જણાવેલ કે હિસાબ કરીશુ તમે ટેન્શન ના લો વિશ્વાસ રાખો તેવુ કહી વિશ્વાસ અને ભરોસો આપેલ હતો. 
 
થોડા સમય બાદ અમોએ ફરીથી હિસાબ કરવા જણાવેલ હતુ બાદ તેઓએ અમોને કહેલ કે અમો તમારા હિસાબના પૈસા આપી દઈશુ તેવુ કહી બહાના બતાવવા લાગેલ અને હિસાબ આપેલ નહી બાદ અમારી કંપનીને એકાદ વર્ષ થતા મે ફરીથી કહેલ કે આપડે હિસાબ કરી લઈએ જેથી ગૌરાંગભાઈ અમારા પૈસા ના આપવા પડે એટલે ઉડાઉ જવાબ આપેલ તેમજ ગેરવર્તન કરેલ જેથી તેમને આ પેઢી બંધ કરવા જણાવેલ તેમજ નોટીસ પણ આપેલ તેમજ મારી દિકરીના લાયસન્સ ઉપર પ્રોડકટ બનાવવાનો સામાન તેમજ જોબ વર્ક કરી આપવાનો સામાન બીજી કોઈ જગ્યાએ અમોએ નોટીસ આપવા છતાં અમારી જાણ બહાર ટ્રાન્સફર કરી નાખેલ તેમજ આ ગૌરાંગ ચાવડાએ અમારા જોઈન્ટ એકાઉન્ટમાંથી પૈસા થર્ડ પાર્ટીને ટ્રાનસ્ફર પણ કરી આપેલ હતા જેની જાણ અમારૂ જોઈન્ટ એકાઉન્ટ ફ્રીજ કરવા ગયા ત્યારે થઈ હતી. 
 
હિમતભાઈ ચાવડાનાઓએ તેઓની દિકરીને ઉશ્કેરી અમારી વિરુધ્ધમાં ખોટી ખોટી ચડામણી કરી અમારી વચ્ચે ઝઘડા કરાવેલ ત્યારબાદ ગૌરાંગ ચાવડાએ કહેલ કે જો તમો પેઢી બંધ કરાવશો તો તમારી વિરુધ્ધમાં મારી બહેન પાસેથી ફરીયાદ કરાવી તમને બધાને પુરાવી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ તેમણે અસભ્ય વર્તન કરી ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી બોલાચાલી કરી ગંદી ગાળો બોલી તમારા ધંધાના પૈસા તેમ જ તમે રોકાણ કરેલ પૈસા પરત નહી મળે તમારાથી થાય તે કરી લેજો અમારૂ કાંઈ બગાડી શકવાના નથી. જો કોઈ કાર્યવાહી કરશો તો અમારી દિકરી પ્રતિભા પાસેથી દહેજનો કેશ કરાવી તેમને જેલમાં પુરાવી દઈશુ તેવી ધમકી આપી હતી. અમે તેઓની વિરુધ્ધમાં જે-તે વખતે કોઈ પોલીસ ફરીયાદ કરેલ ન હતી અને ત્યારબાદ તેમની દિકરી પ્રતિભાએ મારા તથા મારા ઘરના સભ્યો વિરુધ્ધમાં દહેજનો કેસ કર્યો હતો.