રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 23 જૂન 2023 (14:14 IST)

Surat News - સુરતમાં 12 વર્ષની કિશોરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પિતા દીકરીને લટકતી જોઈ આઘાતમાં

surat suicide
surat suicide

સુરતના પાંડેસરામાં ઇન્દિરાનગરમાં રહેતાં શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો કિશોરીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પાંડેસરામાં તેરે નામ રોડ પર આવેલ ઇન્દિરાનગરમાં રામસેવક પાસવાન પરિવાર સાથે રહે છે.

મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ૫૨ ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. તેમની પત્ની પણ નોકરી કરીને પતિને મદદરૂપ બને છે. રામસેવકના પરિવારમાં પત્ની ઉપરાંત 12 વર્ષની દીકરી રેશમા અને બે પુત્ર છે.રેશમા ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. ઘરે કોઈ ન હતું ત્યારે રેશમાએ ઘરમાં ઉપરની એન્ગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી.

પિતા રામસેવકે જણાવ્યું હતું કે, હું નોકરી પર હતો, દરમિયાન ફોન આવતા હું તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. ઘર બહાર લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ મેં મારી દીકરીને લટકતી હાલતમાં જોઈ આઘાતમાં સરી પડ્યો હતો. સવારે દીકરીને હું જે કામ સોંપીને ગયો હતો તેમાંથી અડધું જ કામ કર્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે, પરિવારની એકની એક દીકરી હોવાથી લાડકી હતી. પરિવારમાંથી પણ તેને કોઈ કઈ કહેતું ન હતું. અભ્યાસ કરતી હતી પણ શરીરમાં કમજોરી હોવાથી જતી ન હતી. આ પગલું કેમ ભર્યું તેનો કોઈ અંદાજ નથી. શંકા છે પણ કંઈ સમજ જ નથી પડતી.

ડિંડોલી રેલવે ફાટક પાસે રહેતો કમલેશ બુંદી નિશાદ કાપડે કોઈ કારણસર ભેસ્તાન પ્રમુખ પાર્ક બિજ નીચે રેલવે ટ્રેક પર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.