મંગળવાર, 23 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 3 જૂન 2023 (13:20 IST)

Surat Crime - યુવકે યુવતીને પ્રેમની માયાજાળમાં ફસાવી અંગત પળોના ફોટા- વીડિયો બનાવ્યા, બ્લેકમેલ કરીને રૂપિયા અને દાગીના પડાવ્યા

surat crime news
surat crime news
સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે એક યુવકે મિત્રતા કેળવી હતી. તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને હોટલની રૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે ઉતારેલા વીડિયો, ફોટા વાઇરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના પડાવી લેવામાં આવ્યા હતા. જોકે આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવતી સાથે નજીકના જ રહેતા યુવક સાથે મિત્રતા કેળવી તેની નજીક આવ્યો હતો. યુવતીના ઘર નજીક જ વિષ્ણુ પંચાલ ઉર્ફે રોહિત પટેલ નામનો યુવક યુવતીને આશરે છ વખત હોટલમાં લઇ ગયો હતો. એ દરમિયાન તેણે તેના મોબાઇલ ફોનમાં યુવતીના બીભત્સ ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા. તે બીભત્સ ફોટા તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા. યુવતીના બીભત્સ ફોટા અને વીડિયોના આધારે યુવકે યુવતીને બ્લેકમેઇલ કરી રૂ.80,000 રોકડા અને સોનાના દાગીના જેમાં (1) 2 નંગ સોનાની બંગડી , 1 નંગ સોનાનું કડુ, 1 નંગ સોનાની ચેઇન, 3 નંગ સોનાની વીંટી, 1 નંગ સોનાનું બ્રેસ્લેટ મળી કુલ્લે આશરે 7 તોલા સોનું મળી યુવતી પાસે 4,20,000 રૂપિયા પડાવી લીધા હતા.જોકે આ સમગ્ર મામલે યુવતીએ કંટાળીને સમગ્ર હકીકત પરિવારને કહેતાં પરિવારના સભ્યોએ યુવતીને હિંમત આપી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા આ યુવતી પાસે સુરતના સાઇબર સેલમાં ફરિયાદ કરાવી હતી. એના આધારે સાયબર સેલ વિભાગ દ્વારા તમામ વસ્તુની ચકાસણી કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે આરોપીએ બ્લેકમેઇલ કરી યુવતી પાસેથી પડાવેલા રોકડા અને દાગીના સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે