રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 6 મે 2023 (14:45 IST)

Surat Crime News - દીકરી પર પિતા અને ભાઇઓએ આચર્યુ દુષ્કર્મ

rape
સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં 14 વર્ષની કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે. કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણમાંથી દતક લીધી હતી. 14 વર્ષની થયા બાદ તેની સાથે પિતાએ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા. બાળકી હિંમત કરી આગળ આવી અને અડાજણ પોલીસ મથકમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
 
 દત્તક લીધેલી 14 વર્ષની સગીરા પર પિતા, કાકા સહિત ભાઈઓએ હવસ ઉતારી
 
 સુરત શહેરમાંથી સંબંધો સામે સવાલ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતા એ જ પોતાની સગીરા પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. જેનો ખોટો લાભ પછી કાકા અને બે ભાઈઓએ લીધો હતો. ખાસ વાત તો એ છે કે આ સગીરાને નારી સંરક્ષણ ગૃહમાંથી દત્તક લેવામાં આવી હતી.
 
 
 
14 વર્ષની કિશોરી નાનપણમાં અનાથ હતી. તે ચાર પાંચ મહિનાની હતી ત્યારે આ કિશોરીને અડાજણના દંપતીએ દત્તક લીધી હતી. દંપતીએ ઘોડદોડ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી દતક લઈ પોતાની સાથે રાખતા હતા. આજે પોતાની પુત્રી મોટી થઈ ત્યારે તેની સાથે તેને દત્તક લઈને આવનાર પિતાએ જ હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.દુષ્કર્મ કરનાર પિતાની પત્નીએ દીકરી સાથે આ પ્રકારનું કાર્ય ન કરવા માટે જણાવ્યું ત્યારે તેના પતિએ કહ્યું હતું કે, આ દીકરીને આપણે ક્યાં જન્મી છે. તો પછી શેની ચિંતા છે. આ બાબતે તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. બાળકી સાથે આ પ્રકારની હરકતોથી માતા વારંવાર તેમના પતિ સાથે ઝઘડો કરતી હતી. ત્યારે તેની પુત્રી અને પત્ની આ તમામ વાતો કોઈને કહી ન દે તેવા ડરથી દીકરીને સાપુતારાની હોસ્ટેલમાં ભણવા મોકલી આપી હતીજોકે પિતાની ફરીથી દાનત બગડતા પુત્રીને એક વર્ષ બાદ સાપુતારાથી સુરત બોલાવી લેવાઈ હતી. તેને સુરતની સ્કૂલમાં એડમિશન કરી દેવાયું હતું અને ફરી તેની સાથે અવારનવાર જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાતું હતું.
મુખ્તાર અંસારીને વધુ એક ફટકો, UP STFએ રેસ્ટોરન્ટ માલિકની હત્યામાં ફરાર તેના નજીકના સાથીદારની કરી ધરપકડ