મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 5 એપ્રિલ 2023 (13:32 IST)

અમદાવાદના વેપારીને આંખના લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો, ચેન્નઈના ઠગોએ 17.84 લાખ ખંખેરી લીધા

ચેન્નઈના ઠગોએ પાંચ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરાવી 17.84 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી લીધું
વેપારીએ સાયબર ક્રાઇમ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
 
આજના આધુનિક યુગમાં ઓનલાઈન ફ્રોડ વધી રહ્યાં છે. લોકો સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી બેંકમાંથી રૂપિયા ઉપડી જવાની ઠગાઈની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક સિનિયર સિટિઝન વેપારીને આંખના લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો છે. ચેન્નઈના ઠગોએ ટ્રેકોન કુરિયરમાં પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવીને 17.84 લાખ રૂપિયા આ સિનિયર સિટિઝન વેપારીના એકાઉન્ટમાંથી કાઢી લીધા હતાં. આ વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ દવે વિમા એજન્ટ તરીકેનું કામ કરે છે. તેમને સાબરકાંઠાના ઈડરમાં સ્થિત શ્રીમદ જેસિંગ બાપા હોસ્પિટલમાંથી મોતિયાના ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો. જેથી મારા કઝિન ભાઈ રાજેશભાઈ દવે મુંબઈ ખાતે રહે છે. તેઓ આ લેન્સ માટેની હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન શીપ ધરાવે છે. તેમને વોટ્સએપ પર આ ઓર્ડરનો મેસેજ કર્યો હતો. તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, લેન્સનો ઓર્ડર ચેન્નઈ આપી દીધો છે અને તે ટ્રેકોન કુરિયર મારફતે મોકલી આપશે. 
 
બે દિવસ બાદ ઓર્ડર નહીં મળતાં ટ્રેકોન કુરિયરના કર્મચારી સાથે વાત કરતાં તેણે પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા કહ્યું હતું. ત્યાર બાદ તેણે મોબાઈલ નંબર અને એડ્રેસ મંગાવ્યું હતું. બીજા દિવસે ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી 17 લાખ 84  હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. ત્યારબાદ ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.