ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated :વડોદરા , ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (16:17 IST)

ઈન્દોરમાં પિકનિક સ્પોટ જામગેટ પર મોટી ઘટના, આર્મી ઓફિસરની મહિલા મિત્રને બંધક બનાવી ગેંગરેપ

jam gate
ઈન્દોરમાં પિકનિક સ્પોટ જામગેટ પર મોટી ઘટના બની છે. અહી પોતાની મહિલા મિત્રો સાથે મોદી રાત્રે આર્મીના અધિકારી ફરવા આવ્યા હતા. અહી શૂટિંગ રેંજ પણ છે. જ્યા બધા પરસ્પર બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે કેટલાક બદમાશ આવ્યા અને બધાને બંધક બનાવી લીધા. ત્યારબાદ સેનાના અધિકારીઓ સાથે મારકૂટ કરી.  એક યુવતી અને એક ઓફિસરને બંધક બનાવી લીધી અને સાથી ઓફિસરની સાથે યુવતીને છોડી દીધી. તેમને કહ્યુ કે 10 લાખ રૂપિયા લઈને આવો ત્યારે આ બંનેને છોડીશુ. બદમાશના ચુંગલમાથી છુટી આવેલા અધિકારી અને મહિલાએ પોતાની આર્મી યૂનિટન અને પોલીસને સૂચના આપી.  પોલીસ આવતા જ બદમાશો બંધકોને છોડીને ભાગી ગયા. 
 
જે મહિલા મિત્રને બંધક બનાવી હતી તેની સાથે ગેંગરેપ થયાની આશંકા છે. પોલીસ અધિકારીઓએ આર્મી ઓફિસરના મુજબ પહેલા કહ્યું હતું કે ગેંગ રેપ થયો હતો, પરંતુ હવે તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ કહી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ આર્મી ઓફિસરના નિવેદનને હવાલો આપતા  પહેલા કહ્યું હતું કે ગેંગ રેપ થયો હતો, પરંતુ હવે તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ કહી રહ્યા છે. ઘાયલ સૈન્ય અધિકારીઓ અને મહિલા મિત્રોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે  2.30 વાગે બની હતી. બુધવારે સાંજે મહિલાઓ  હોશમાં આવી ગઈ. ગ્રામીણ એસપી હિતિકા વસલના જણાવ્યા અનુસાર, આર્મી અધિકારીઓના નિવેદનના આધારે, લૂંટ, હુમલો, છેડતી અને સામૂહિક બળાત્કારની શંકાના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.