ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (09:37 IST)

અવળી ગંગા: હમારી છોરીયાં છોરો થોડી કમ હૈ.... પુરૂષોની છેડતી કરનાર યુવતિની ધરપકડ

યુવતીઓની છેડતીના કિસ્સાઓ રોજેરોજ હેડલાઇન્સમાં હોય છે, પરંતુ ગુજરાતમાં તેનાથી વિપરીત એક યુવતી દ્રારા પુરોષો સાથે છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે યુવતીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે યુવતી રસ્તા પર ઉભી રહીને યુવકને ખોટી હરકતો કરતી હતી, ફરિયાદ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
 
મળતી માહિતી મુજબ સયાજીગંજ મનુભાઈ ટાવર સામે એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની દિવાલ પાસે ઉભેલી એક યુવતીને ત્યાંથી પસાર થતા યુવકે ખોટી હરકતો કરી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ સયાજીગંજ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ખોટી હરકતો કરનાર યુવતીની ધરપકડ કરી હતી.
 
પોલીસે જણાવ્યું કે મહિલા દેહવ્યાપાર સાથે સંકળાયેલી છે. હાલ તેની ધરપકડ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસથી શહેરમાં સીની ટીમ બગીચા, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને જાહેર સ્થળોએ દરોડા પાડીને રોડ છાપ ગુંડાઓની ધરપકડ કરી રહી છે.