સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (09:35 IST)

ઉમેદવારના પરિવારના 12 સભ્યોમાંથી માત્ર એક વોટ મળ્યો, ઉમેદવાર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો

ગુજરાતમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ ગઇકાલે મંગળવારે જાહેર થયા હતા. ગુજરાતમાં કુલ 8686 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતાં ઘણી જગ્યાએ ખૂબ જ રસપ્રદ કિસ્સા સામે આવ્યા હતા.તમામ ગામોમાં બેલેટ પેપરથી મતદાન થયું હતું. મતદાનની ટકાવારી 77 રહી હતી. આવો જ એક કિસ્સો ગુજરાતના વાપી જિલ્લામાં સામે આવ્યો છે. અહીં ચૂંટણી લડેલા સંતોષભાઈની હાર ચર્ચાનો વિષય બની રહે છે.
 
જોકે, સંતોષે સરપંચની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. છરવાલા ગામની પંચાયતમાં તેને આશા હતી કે તેના પરિવારના 12 સભ્યો તથા ગામના અન્ય લોકો સાથે તેમને મત આપશે. પરંતુ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે તે પણ બન્યું ન હતું. તેમને તેમના પરિવારના 12 સભ્યોમાંથી માત્ર એક જ મત મળ્યો, તે પણ તેમનો પોતાનો. મતગણતરી બાદ સંતોષ હળપતિ એટલા ભાવુક થઈ ગયા કે મતગણતરી કેન્દ્રમાં જ રડવા લાગ્યા. સંતોષ કહે છે કે મારા પરિવારના સભ્યોએ પણ મને વોટ આપ્યો નથી.
 
તો આ તરફ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના સભ્ય પદ માટે માતા-પુત્ર ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં પુત્ર સામે માતાનો 27 મતોથી વિજય થયો છે.
 
ગલોલીવાસણા ગ્રામ પંચાયત કચેરીના વોર્ડ નં.4 ના સભ્ય પદ માટે  માતા દિવાબેન સોમાભાઈ સેનમા અને પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમા એકબીજાની સામે ઉભા હતા. ચાણસ્મા મામલતદાર કચેરીમાં મતગણતરી દરમિયાન માતા દિવાબેનને 45 મત જ્યારે તેમના પુત્ર દશરથભાઈને 18 મત મળ્યા હતા. આ રીતે માતાનો 27 મતોથી વિજય થયો છે. માતાના વિજયની ખુશી પરિવારે સાથે મળીને મનાવી હતી.
 
ત્યારે ગીર સોમનાથમાં સાસુ-વહુ વચ્ચેનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો. પરંતુ આખરે વહુ આ જંગ જીતી ગઈ છે. આખરે પુત્રવધુ સામે સાસુની હાર થઈ છે.  દેલવાડા બેઠક પર ભાજપના જ એકબીજા જૂથ સામસામે હતા. વિધવા સાસુ સામે સરપંચ પદ માટે પુત્રવધૂએ ઉમેદવારી નોંધાવી હતી. 15 હજારથી વધુ વસ્તી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત, ગીર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાંની એક છે. આ ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત હતી. તેથી માજી સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેમના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા હતા.