1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 19 ડિસેમ્બર 2021 (18:06 IST)

Gram Panchayant Election - મંગળવારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

1,19,988 ઉમેદવારોએ નાંધાવી ઉમેદવારી 
 
ચૂંટણીમાં 18197039 ગ્રામિણ મતદારો મતાધિકાર નો કરશે  ઉપયોગ
 
તા.21મી ડિસેમ્બરે યોજાશે મત ગણતરી 
 
8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી 
 
 ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને 
 
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો 
 
પંચાયતોની ચૂંટણીઓને પગલે ગામડાઓમાં રાજકીય માહોલ


05:49 PM, 19th Dec

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા 22 નવેમ્બરના રોજ આ ચૂંટણીપ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી.

ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ગ્રામપંચાયતની આ ચૂંટણી બૅલેટ પેપરથી યોજાઈ રહી છે.

આજે મતદાન યોજાયા બાદ મંગળવારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.02:46 PM, 19th Dec
વડોદરા જીલ્લામાં 260  ગ્રામ પંચાયતનું ચાલી રહ્યું છે આજે મતદાન
સરપંચ માટે 11 વાગ્યા સુધીમાં 10.74 ટકા મતદાન
સભ્યો માટે 7.80 ટકા મતદાન થયું

01:58 PM, 19th Dec
વડોદરા જીલ્લામાં 260  ગ્રામ પંચાયતનું ચાલી રહ્યું છે આજે મતદાન
સરપંચ માટે 11 વાગ્યા સુધીમાં 10.74 ટકા મતદાન
સભ્યો માટે 7.80 ટકા મતદાન થયું

01:57 PM, 19th Dec
તાપી
જિલ્લા માં મતદારો માં ભારે ઉત્સાહ ..
 
7 વાગ્યા થી 12 વાગ્યા સુધી નું મતદાન ..
 
સરપંચ માટે સરેરાશ 13.50 ટકા મતદાન નોંધાયું

01:55 PM, 19th Dec
અમરેલી જિલ્લામાં ગ્રામપંચાયત ચૂંટણીની સવારે 7 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધીની ટકાવારી....
 
 
અમરેલી - 8.47
 
વડીયા - 10.23
 
લાઠી - 8.96
 
બાબરા - 7.74
 
ધારી - 6.92
 
ખાંભા - 9.77
 
બગસરા - 8.30
 
સાવરકુંડલા - 10.81
 
લીલીયા - 9.7
 
રાજુલા - 8.42
 
જાફરાબાદ - 10.77
 
અમરેલી જિલ્લામાં કુલ - 9.13 ટકા મતદાન

11:38 AM, 19th Dec
ખેડા જિલ્લામાં પ્રથમ બે કલાકમાં કુલ 8.41 ટકા મતદાન થયુ
 
નડિયાદ તાલુકાની 48 ગ્રામ પંચાયતમાં કુલ 8.58 ટકા  માતર તાલુકાની 32 ગ્રામ પંચાયતમાં કુલ 8.00 ટકા
ખેડા તાલુકાની 27 ગ્રામ પંચાયતમાં કુલ 8.26 ટકા
મહેમદાવાદ તાલુકાની 59 ગ્રામ પંચાયતમાં કુલ 6.92 ટકા
મહુધા તાલુકાની 36 ગ્રામ પંચાયતમાં કુલ 7.73 ટકા
કઠલાલ તાલુકાની 46 ગ્રામ પંચાયતમાં કુલ 10.48 ટકા
કપડવંજ તાલુકાની 93 ગ્રામ પંચાયતમાં કુલ 9.16 ટકા
ઠાસરા તાલુકાની 44 ગ્રામ પંચાયતમાં કુલ 8.30 ટકા
ગળતેશ્વર તાલુકાની 18ગ્રામ પંચાયતમાં કુલ 6.74 ટકા
વસો તાલુકાની 14 ગ્રામ પંચાયતમાં કુલ 7.85 ટકા

11:37 AM, 19th Dec
વીરપુર
 
મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ નો સંઘર્ષ,
 
એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથક ની અંદર લઈ જવા બાબતે માથાકૂટ,
 
મતદાર સાથે પોલીસ ના મતદાન મથક બહાર ઝપાઝપી ના વિડ્યો આવ્યા સામે
 
મતદાન મથક અંદર ખિસ્સામાં મોબાઈલ લઈ જવા બાબતે થઈ હતી માથાકૂટ,
 
પોલીસ જાહેર માં મતદારને મારતા હોવા નું જોવા મળ્યું,
 
પોલીસે જબદરસ્તી થી મતદાર ને પોલીસ વાનમાં બેસાડી ડિટેન કર્યો,

11:01 AM, 19th Dec
દાહોદ જિલ્લા મા 7 વાગ્યા થી 9 વાગ્યા સુધીમાં કુલ
9.71 ટકા મતદાન થયુ 
સૌથી વધુ દેવગઢબારીઆ તાલુકા મા 15.30 ટકા મતદાન થયુ 
 
લીમખેડા તાલુકા મા સૌથી ઓછુ મતદાન

11:01 AM, 19th Dec
- પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ની ચૂંટણી ની ટકાવારી
 
- સવારે 7 થી 9 નું જિલ્લામાં 9.21 ટકા મતદાન નોંધાયું
 
- જેમાં પુરુસ 11.27 ટકા મહિલા 6.95 ટકા મતદાન

11:00 AM, 19th Dec
કચ્છ જિલ્લામાં 9 વાગ્યા સુધી મતદાન
 
ભુજ તાલુકામાં 14.50 ટકા મતદાન
માંડવી તાલુકામાં 4.21 ટકા મતદાન
મુન્દ્રા તાલુકામાં 7.84 ટકા મતદાન
અંજાર તાલુકામાં 8.22 ટકા મતદાન
ગાંધીધામ તાલુકામાં 6.53 ટકા મતદાન
ભચાઉ તાલુકામાં 8.82 ટકા મતદાન
રાપર તાલુકામાં 6.70 ટકા મતદાન
નખત્રાણા તાલુકામાં 7.96 ટકા મતદાન
અબડાસા તાલુકામાં 6.76 ટકા મતદાન
લખપત તાલુકામાં 9.23 ટકા મતદાન
 
કચ્છ જિલ્લામાં સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 8.56 ટકા મતદાન થયું

10:41 AM, 19th Dec
નવસારીના વંકાલ ગામમાં થયો આચાર સંહિતાનો ભંગ, અત્યાર સુધીમાં 12% મતદાન
પંચાયતો પર રાજકીય આિધપત્ય જમાવવા કશ્મકશ જામી 8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું  છે જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે વંકાલ ગામ ના સરપંચ ના ઉમેદવાર દક્ષાબેન પટેલ  દ્વારા પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ થયો છે. મતદાન મથક થી ૫૦૦ મીટરની દૂરી પર હવામાં એર બલૂન મૂકવામાં આવતા આચાર સંહિતાનો ભંગ થયો હતો. 
 
તો બીજી તરફ વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. 
 
તા.21મી ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. પંચાયતોની ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે. રવિવારે રાજ્યમાં 8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઇ રહી છે. સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
 
જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 18197039 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
 
શું છે આચાર સંહિતા
આચાર સંહિતા કોઈ કાયદા હેઠળ બની નથી. પરંતુ તમામ રાજકીય પક્ષોની સહમતિથી તેને તૈયાર કરવામાં આવી છે. સૌથી પહેલા 1960માં કેરળ વિધાનસભા ચુંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા તૈયાર કરવામાં આવી હતી. તે અંતર્ગત રાજકીય પક્ષો અને નેતાઓ શું કરી શકે અને શું નહીં તેના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. 1962ની લોકસભા ચુંટણી દરમિયાન ચુંટણી પંચએ આ સંહિતાને તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં વિતરિત કરી. ત્યારબાદ દરેક ચુંટણીમાં આચાર સંહિતાનું પાલન થવા લાગ્યું. મહત્વપૂર્ણ છે કે ચુંટણી પંચ થોડા થોડા સમયે રાજકીય પક્ષો સાથે આચાર સંહિતા મામલે ચર્ચા કરે છે અને તેના ન
 
આચાર સંહિતાના મહત્વના નિયમો
 
1. આચાર સંહિતા લાગૂ થયા બાદ તેના નિયમોને રાજકીય પક્ષ કે રાજનેતા કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. 
 
2. સાર્વજનિક ધનનો ઉપયોગ એવા કામમાં કરી ન શકાય કે જેનાથી કોઈ પક્ષ કે નેતાને વ્યક્તિગત લાભ થાય.
 
3. સરકારી વાહન, વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ પ્રચાર માટે ન કરવો.
 
4. કોઈપણ પ્રકારના નવા કામ, સરકારી ઘોષણા કે લોકાર્પણના કાર્યો ન કરવા.
 
5. કોઈપણ પક્ષએ રેલી કે પ્રચાર માટે પોલીસની પરવાનગી લેવી જરૂરી હોય છે.
 
6. જાહેર સભા કે રેલીમાં ધર્મના નામે મત માંગવા નહીં.
 
7. મતદાતાઓને રોકડ રકમ કે અન્ય પ્રલોભન આપી મત ખરીદવા નહીં.
 
8. ધાર્મિક સ્થળોથી ચુંટણી પ્રચાર ન કરવો.
 
9. સભાનો સમય, તેનો દિવસ અને અન્ય જરૂરી વિગતો પોલીસને આપવી.
 
10. મતદાતાઓને આપવામાં આવતી પહોંચ પર કોઈ પક્ષનું ચિન્હ કે નેતાનું નામ ન હોય.
 
 
મતદાન મથકોની સંખ્યા
 
23112
 
સંવેદનશીલ મતદાન મથકો
 
6656
 
અતિસંવેદનશીલ મતદાન મથકો
 
3074
 
મતપેટીઓની સંખ્યા
 
37451
 
પોલીગ સ્ટાફ
 
1,37,302
 
પોલીસ કર્મચારીઓ
 
51745
 
મતદારોની સંખ્યા
 
18197039
 
ચૂંટણી અિધકારી
 
2541
 
મદદનીસ ચૂંટણી અિધકારી
 
2822
 
પુરૂષ મતદારો
 
9361601
 
સ્ત્રી મતદારો
 
8835244ટ
 
સરપંચના ઉમેદવારો
 
27200
 
સભ્ય માટે ઉમેદવારો
 
119998

10:14 AM, 19th Dec
8,684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ
આજે રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. 

10:13 AM, 19th Dec
વલસાડ ના ભદેલીજગાલાલા ગામ ની ઘટના
 
ગ્રામ પંચાયત ચૂંટણી માં થયો વિવાદ 
વોર્ડ ના 5 ના ઉમેદવાર એ વૉર્ડ નંબર 12 માં મતદાન કર્યા બાદ બેલેટ પેપર નો ફોટો પાડી લોકો ને મતદાન કરવા માટે જણાવી સોસીયલ મીડિયા પર ફોટો વાઇરલ કર્યો
 
ઉમેદવાર એ ફોટો વાઇરલ કરતા ગામ માં લોકો એ કર્યો વિરોધ
 
લોકો ફરિયાદ કરવા પોહચ્યા..
 
ગામ લોકો એ વિરોધ કરી હોબાળો કર્યો 
 
ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી માંગ કરી
 
વીંછીયા માં ધારાસભ્ય  કુંવરજી બાવળિયા કર્યું મતદાન
 
વીંછીયા ના કન્યા શાળા  સ્કૂલ ખાતે કર્યું મતદાન
 
કુંવરજી બાવળિયાનું  કટાસ ભર્યું નિવેદન
 
કમળો હોઈ એને પીળું દેખાય વિકાસ નો દેખાઈ વિકાસ - કુવરજી બાવળીયા
 
વિકાસના દેખાય ખાલી વિકાસની વાતો હોય છે
 
આમાં ઉમેદવાર છે જે હમેશાં ટીકાનું આવડતું હોય છે સારું ન દેખાય તેવા પણ ઉમેદવાર છે-કુંવરજી બાવળીયા
 
=
બોટાદ જિલ્લા માં કુલ 116 ગ્રામ પંચાયતો પર યોજાઈ રહ્યું છે મતદાન...
 
સરપંચ માટે 322 ઉમેદવારો તો સભ્ય માટે 1570 ઉમેદવારો છે મેદાને..
 
ઠંડી ના માહોલ વચ્ચે બુથ પર ધીમીગતી એ મહિલા સહિત મતદાન થઈ રહ્યું છે..
 
જિલ્લા પંચાયત ના પ્રમુખ ઘનશ્યામ વિરાણી એ ઢસા એમ.એમ. હાઈસ્કૂલ ખાતે કર્યું મતદાન..
 
ગ્રામ પંચાયત નો વિકાસ થાય લોકો ને રોડ રસ્તા પ્રાથમિક સુવિધા મળે તેવા ઉમેદવાર ને મત આપવો જોઈએ તેવું જણાવેલ..
 
ગ્રામ પંચાયત ની ચૂંટણી માં વધુ ને વધુ લોકો મતદાન કરે તેવી લોકો ને કરી અપીલ..
 
=
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ચૂંટણી દરમિયાન થયો આચાર સંહિતાનો ભંગ.
 
વંકાલ ગામ ના સરપંચ ના ઉમેદવાર દક્ષાબેન પટેલ  દ્વારા પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ.
 
મતદાન મથક થી ૫૦૦ મીટરની દૂરી પર હવામાં મૂકવામાં આવ્યો છે એર બલૂન.
 
=
 
આણંદનાં વાંસખીલિયા ગ્રામ પંચાયતની ચૂંટણી
 
ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે મતદાન કર્યું
 
ધારાસભ્યના પુત્ર સરપંચ પદ માટે મેદાનમાં
 
=
જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં મતદારો માં ઉત્સાહ, 
 
વીરપુરમાં મતદાન માટે લાંબી કતારો,
 
9000 ની વસ્તી ધરાવતું જેતપુર તાલુકાનું સૌથી મોટી ગામ વીરપુર છે,
 
વહેલી સવારથી બેલેટ પેપર થી મતદાન શરૂ,
 
મતદાન કરવા માટે મતદારોની લાગી લાઈનો, 
 
રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા એ પરિવાર સાથે કર્યું મતદાન,
 
જામકંડોરણા માં 29 ગામની ચૂંટણીમાં સરપંચ ના 74 ઉમેદવારો અને સભ્યના 284 ઉમેદવારો મેદાનમાં,
 
જામકંડોરણા માં 37941 મતદારો કરશે મત અધિકારનો ઉપયોગ કરશે,
 
જેતપુર માં 41 ગામની ચૂંટણીમાં 122 ઉમેદવાર સરપંચ ના અને સભ્યના 785 ઉમેદવાર મેદાનમાં,
 
જેતપુર માં 93271 મતદારો કરશે મત અધિકારનો ઉપયોગ કરશે,
 
પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું  છે,
 
=
વિરનીયા ગ્રુપ ગ્રામ પંચાયત માં મતદાન સ્થગિત 
 
સવારે 7.45 કલાક થી મતદાન સ્થગિત
કુલ ચાર મતદાન મથક માંથી 3 મથકો પર મતદાન સ્થગિત
 
2 કલાક થી મતદાન સ્થગિત 
 
સરપંચ બાદ ના ઉમેદવાર ના ચિન્હ બાબતે થયો વિવાદ 
 
બેલેટ પેપર અને પ્રચાર સાહિત્ય માં અલગ અલગ નિશાન આવતા વિવાદ થયો 
 
સરપંચ પદ ના ઉમેદવાર ના નિશાન માં ભૂલ હોવા ના આક્ષેપ 
 
ફાળવણી કરાયેલ નિશાન વોટર પમ્પ હતો જ્યારે બેલેટ માં પેટ્રોલ પમ્પ છપાયો હોવા ના આક્ષેપ
 
=
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે કર્યું મતદાન. 
 
સાંસદ પરબત પટેલે થરાદ તાલુકાના પોતાના ગામ ભાચર ગામે કર્યું મતદાન..
 
ગ્રામપંચાયતની ચૂંટણીમાં વધુ લોકો મતદાન કરે તેવી સાંસદે કરી અપીલ..
 

10:01 AM, 19th Dec

8,684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ
આજે રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. 
કુલ કેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે?
8684 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1 કરોડ 82 લાખ 15 હજાર 013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરુષ મતદાર છે, જ્યારે 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

10:00 AM, 19th Dec
અમદાવાદ જિલ્લામાં આજે ૩૬૨ ગ્રામ પંચાયતની  ચૂંટણી માટે મતદાન 
 
સરપંચપદ અને વોર્ડ સભ્યના ઉમેદવારોના ભાવિ ૭.૫૨ લાખ જેટલા મતદારો કરશે મતદાન
 
ગ્રામપંચાયતની આ ચૂંટણીમાં ભારે રસાકસી 
 
 
ગ્રામ પંચાયતની ચુટંણી હોવાથી મતદાનની ટકાવારી ઉંચી જવાની 
 
સવારે  ૭ વાગ્યે મતદાન શરૂ થશે જે સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે. 
 
 
કુલ ૩૩ ગામો સંપૂર્ણ સમરસ જાહેર 
 
૩૬૨ ગામોમાં આજે મતદાન થશે તેમાંય ૩૫૧ ગામોમાં  સરપંચપદ માટે ચૂંટણી 
અમદાવાદ જિલ્લામાં આજે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ ૧,૧૭૯ ઉમેદવારો ચૂંટણીના મેદાને
 
સભ્યપદ માટે કુલ ૧,૬૭૦ ઉમેદવારો ચૂંટણી જંગમાં 
 
 
જિલ્લામાં કુલ ૫૧ ગામોમાં સરપંચ બિનહરીફ। જાહેર 
 
૧,૭૦૧ વોર્ડ સભ્યો પણ બિનહરીફ જાહેર થયા છે. 
 
રોડ, રસ્તા, પાણી, ગટર, સરકારી યોજનાના લાભો સહિતના પ્રાથમિક મુદ્દા 
 
અમદાવાદ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીનો ચિતાર
 
- ૩૬૨ ગામોમાં ચૂંટણી યોજાશે
 
- ૧,૧૭૯ સરપંચ પદના ઉમેદવાર 
 
- ૩,૯૬૦ વોર્ડ સભ્યપદના ઉમેદવાર
 
- ૮૬૬ મતદાન મથકો 
 
- ૩૭૧ સંવેદનશીલ બુથ
 
- ૯૭ અતિસંવેદનશીલ બુથ
 
- ૩૯૮ સામાન્ય મતદાન મથક
 
- ૧,૨૧૭ મતપેટી ઉપયોગમાં લેવાશે
 
- ૭,૫૨,૭૨૦ કુલ મતદારો
 
- ૩,૬૧,૧૨૪ સ્ત્રી મતદારો
 
- ૫,૦૨૭ પોલિંગ સ્ટાફ
 
- ૨,૭૨૫ પોલીસ સ્ટાફ

09:56 AM, 19th Dec
સવંદનશીલ મતદાન મથકોએ કોઇ અનિચ્છિય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત

09:55 AM, 19th Dec
કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણી
1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર 
 
1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ 
 
473 સરપંચ અને 27479 સભ્યો અંશત બિનહરીફ જાહેર

09:53 AM, 19th Dec
મતદાન મથકોની સંખ્યા
23112
સંવેદનશીલ મતદાન મથકો
6656
અતિસંવેદનશીલ મતદાન મથકો
3074
મતપેટીઓની સંખ્યા
37451
પોલીગ સ્ટાફ
1,37,302
પોલીસ કર્મચારીઓ
51745
મતદારોની સંખ્યા
18197039
ચૂંટણી અિધકારી
2541
મદદનીસ ચૂંટણી અિધકારી
2822
પુરૂષ મતદારો
9361601
સ્ત્રી મતદારો
8835244ટ
સરપંચના ઉમેદવારો
27200
સભ્ય માટે ઉમેદવારો
119998