શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 ડિસેમ્બર 2021 (10:38 IST)

Gram panchayant election- નવસારીના વંકાલ ગામમાં થયો આચાર સંહિતાનો ભંગ, અત્યાર સુધીમાં 12% મતદાન

પંચાયતો પર રાજકીય આિધપત્ય જમાવવા કશ્મકશ જામી 8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું  છે જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે વંકાલ ગામ ના સરપંચ ના ઉમેદવાર દક્ષાબેન પટેલ  દ્વારા પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ થયો છે. મતદાન મથક થી ૫૦૦ મીટરની દૂરી પર હવામાં એર બલૂન મૂકવામાં આવતા આચાર સંહિતાનો ભંગ થયો હતો. 
 
તો બીજી તરફ વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. 
 
તા.21મી ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. પંચાયતોની ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે. રવિવારે રાજ્યમાં 8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઇ રહી છે. સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
 
જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 18197039 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
 
શું છે આચાર સંહિતા
આચાર સંહિતા કોઈ કાયદા હેઠળ બની નથી. પરંતુ તમામ રાજકીય પક્ષોની સહમતિથી તેને તૈયાર કરવામાં આવી છે. સૌથી પહેલા 1960માં કેરળ વિધાનસભા ચુંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા તૈયાર કરવામાં આવી હતી. તે અંતર્ગત રાજકીય પક્ષો અને નેતાઓ શું કરી શકે અને શું નહીં તેના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. 1962ની લોકસભા ચુંટણી દરમિયાન ચુંટણી પંચએ આ સંહિતાને તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં વિતરિત કરી. ત્યારબાદ દરેક ચુંટણીમાં આચાર સંહિતાનું પાલન થવા લાગ્યું. મહત્વપૂર્ણ છે કે ચુંટણી પંચ થોડા થોડા સમયે રાજકીય પક્ષો સાથે આચાર સંહિતા મામલે ચર્ચા કરે છે અને તેના ન
 
આચાર સંહિતાના મહત્વના નિયમો
 
1. આચાર સંહિતા લાગૂ થયા બાદ તેના નિયમોને રાજકીય પક્ષ કે રાજનેતા કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. 
 
2. સાર્વજનિક ધનનો ઉપયોગ એવા કામમાં કરી ન શકાય કે જેનાથી કોઈ પક્ષ કે નેતાને વ્યક્તિગત લાભ થાય.
 
3. સરકારી વાહન, વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ પ્રચાર માટે ન કરવો.
 
4. કોઈપણ પ્રકારના નવા કામ, સરકારી ઘોષણા કે લોકાર્પણના કાર્યો ન કરવા.
 
5. કોઈપણ પક્ષએ રેલી કે પ્રચાર માટે પોલીસની પરવાનગી લેવી જરૂરી હોય છે.
 
6. જાહેર સભા કે રેલીમાં ધર્મના નામે મત માંગવા નહીં.
 
7. મતદાતાઓને રોકડ રકમ કે અન્ય પ્રલોભન આપી મત ખરીદવા નહીં.
 
8. ધાર્મિક સ્થળોથી ચુંટણી પ્રચાર ન કરવો.
 
9. સભાનો સમય, તેનો દિવસ અને અન્ય જરૂરી વિગતો પોલીસને આપવી.
 
10. મતદાતાઓને આપવામાં આવતી પહોંચ પર કોઈ પક્ષનું ચિન્હ કે નેતાનું નામ ન હોય.
 
 
મતદાન મથકોની સંખ્યા
 
23112
 
સંવેદનશીલ મતદાન મથકો
 
6656
 
અતિસંવેદનશીલ મતદાન મથકો
 
3074
 
મતપેટીઓની સંખ્યા
 
37451
 
પોલીગ સ્ટાફ
 
1,37,302
 
પોલીસ કર્મચારીઓ
 
51745
 
મતદારોની સંખ્યા
 
18197039
 
ચૂંટણી અિધકારી
 
2541
 
મદદનીસ ચૂંટણી અિધકારી
 
2822
 
પુરૂષ મતદારો
 
9361601
 
સ્ત્રી મતદારો
 
8835244ટ
 
સરપંચના ઉમેદવારો
 
27200
 
સભ્ય માટે ઉમેદવારો
 
119998