શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (17:46 IST)

અશરફે કર્યા હતા મહાલક્ષ્મીની 30 ટુકડા, બેંગલુરુ કાંડની દર્દનાક સ્ટોરીની હકીકત આવી સામે.. ક્યા સંતાયો છે શેતાન ?

Bengaluru Crime News: કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં 29 વર્ષની મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા થઈ હતી.  મહિલાની લાશ 21 સપ્ટેમ્બરના રોજ ફ્રિજમાં મળી હતી. આરોપીએ લાશના 30 ટુકડ આ કરી તેને ફ્રિજમાં સતાડ્યા હતા. પણ વાસ આવતા પડોસના લોકોએ મહિલાની માતા અને ભાઈને ફોન કર્યો હતો. જ્યારબાદ મર્ડરનો મામલો સામે આવ્યો હતો.  પોલીસને હવે જાણ થઈ છે કે મહિલાની હત્યામાં અશરફ નામના વ્યક્તિનો હાથ છે જે પશ્ચિમ બંગાળનો રહેનારો છે. 

 
મહિલાના પતિ હેમંત દાસ મુજબ મહાલક્ષ્મીનુ અશરફ સાથે અફેયર ચાલતુ હતુ. કર્ણાટક ના ગૃહમંત્રી જી પરમેશ્વરના મુજબ આરોપીની શંકાસ્પદ ઓળખ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી છે.  મહિલાની લાશ બેંગલુરૂના એપાર્ટમેંટમાં મળી હતી. ગૃહમંત્રીએ હાલ કોઈની ધરપકડથી ઈંકાર કર્યો છે.. પોલીસ મુજબ બેંગલુરૂના વ્યાલિકાવલ વિસ્તારમાં મહિલા ભાડેથી રહેતી હતી.  ઘટનાની માહિતી મળતા જ તેનો પતિ ઘટના સ્થળ પર પહોચ્યો હતો. જેણે હજામનુ કામ કરનારા અશરફ પર આરોપ લગાવ્યો હતો. બીજી બાજુ સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતિત છે.