સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (14:08 IST)

બંગલામાં ધોરણ 10ની વિદ્યાર્થી સાથે પકડાયો, બંગલામાં કરતો હતો ફર્નિચરનું કામ, પડોશીઓને છોકરીનો સ્કૂલ ડ્રેસ જોઇ થઇ શંકા

ગુજરાતના સુરત શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અડાજણ સોસાયટીના બંગલામાં ફર્નીચરનું કામ કરી રહેલો યુવક 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને પોતાની સાથે લાવતો હતો. બંગલો ખાલી હતો અને યુવક અહીં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે રંગરેલિયા મનાવી ચોરીછૂપે 10 મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને પોતાની સાથે લાવતો હતો, જો કે આ દરમિયાન સોસાયટીની મહિલાઓએ વિદ્યાર્થીનીને જોઇ. ત્યારબાદ લોકોએ બંનેને પકડીને પોલીસને સૂચના આપી. 
 
પોલીસે વિદ્યાર્થીની પાસેથી તેના માતા-પિતાનો ફોન નંબર લીધો અને કોલ કરીને તેમને બોલાવ્યા હતા. વિદ્યાર્થીની માતા પિતા આવ્યા બાદ ખબર પડી કે 10 ધોરણમાં ભણતી હતી અને સવારે સ્કૂલ જવા નિકળતી હતી. ગુસ્સામાં વિદ્યાર્થીની માતાએ યુવકને બે-ત્રણ થપ્પડ લગાવી દીધી છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી અરેસ્ટ કરી લીધો છે. 
 
સ્થાનિક  લોકોએ જણાવ્યું કે આરોપી અહીં એક બંગલામાં ફર્નીચરનું કામ કરી રહ્યો હતો. બંગલાના માલિક બહાર ગયા હતા. તેના લીધે આરોપી વિદ્યાર્થીને અહીં લાવતો હતો. સોસાયટીની મહિલા વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રેસમાં જોઇને સમજી ગઇ કે કંઇક ગરબડ છે. ત્યારબાદ લોકો જમા થઇ ગયા અને બંગલાના દરવાજાને ખોલાવ્યો. આરોપીની સાથે વિદ્યાર્થીની બેડરૂમમાં હતી. લોકોનો અવાજ સાંભળી વિદ્યાર્થી ગભરાઇ ગયો હતો.