સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 20 માર્ચ 2022 (17:42 IST)

મોડીરાત્રે પરિણીત પ્રેમિકા, તેના પતિ અને મામીએ ભેગા મળી પ્રેમીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો

વડોદરા શહેરના ગોત્રી રોડ યશ કોમ્પલેક્ષ પાસે મોડીરાત્રે પરિણીત પ્રેમિકા, તેના પતિ અને મામીએ ભેગા મળી પ્રેમીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 
 
ગોત્રી વિસ્તારમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે આઇ-301, શ્રીજી વંદન કોમ્પ્લેક્ષ, ગોત્રી રહેતા મનીષ કનુભાઈ દરજીએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે. ગોકુલનગરમાં રહેતા સુખદેવભાઈ કિશનભાઇ વાયડેના 23 વર્ષિય પુત્ર વિશાલને તેના વિસ્તારમાં રહેતી ગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન ગીતાનું બિલ ગામમાં રહેતા જયેશ માળી સાથે લગ્ન થયા હતા અને લગ્ન બાદ ગીતા બિલ ગામમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ પછી પણ ગીતા અને વિશાલ એકબીજાને ભૂલી શક્યા ન હતા. ગીતા અને વિશાલ વચ્ચે પ્રેમસંબંધ હોવાની જાણ ગીતાના પતિ જયેશ માળીને થતાં અવારનવાર ઝઘડા થતાં હતા.
 
આથી, દાંપત્યજીવનમાં વિઘ્નરૂપ બનેલા વિશાલનું કાસળ કાઢી નાખવા માટે જયેશ માળીએ તેની પત્ની ગીતાની મદદ લઈને યોજના બનાવી હતી. મોડી રાત્રે ગીતાએ ફોન કરીને પોતાના પૂર્વ પ્રેમી વિશાલને ગોત્રી રોડ યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો અને ગીતા તેના પતિ જયેશ અને જયેશની મામી સુમિત્રાબેને ત્રણે ભેગા મળી વિશાલને ઢોર માર માર્યો હતો. જેમાં વિશાલનું સ્થળ પર કરૂણ મોત નિપજયું હતું.