શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 20 માર્ચ 2022 (11:17 IST)

ગુજરાતીઓને 4 દિવસ મળી રાહત-ગરમીનો પારો 40 ડિગ્રીએ પહૉંચ્યો હતો

રાજ્યના દીવ, દમણ, દાદરા નગર હવેલી માટે આગામી 5 દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે. ગુજરાતમાં હાલ હોળી પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે
 
આગામી ચાર દિવસ સુધી હિટવેવની અસર નહીં થાય અને ગરમીમાં  આંશિક રાહત જોવા મળે તેવી શક્યતા છે. આજનો દિવસ હિટવેવની અસર રહેશે. જયારે આવતી કાલથી તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે. તેમજ સમુદ્રી પવન ફૂંકાવાના કારણે ભેજ વાળો પવન આવતા તાપમાનમાં થઈ ઘટાડો થઈ શકે છે. 
 
ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ગરમીમાં પોણા 5 ડિગ્રીનો વધારો થયો છે. શુક્રવારે પણ વધુ સવા ડિગ્રી તાપમાન ઉચકાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહેસાણા શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં ગરમીનો પારો એક ડિગ્રી વધીને 36.3 થયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી એક એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની રહી છે.