1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: નવી દિલ્હીઃ , શનિવાર, 13 જાન્યુઆરી 2024 (17:58 IST)

Divya Pahuja Murder: હત્યાના 10 દિવસ પછી હરિયાણાની નહેરમાંથી મળી મૉડલ દિવ્યા પાહુજાની ડેડબોડી

હરિયાણાની એક નહેરમાંથી મોડલ દિવ્યા પહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, દિવ્યાનો મૃતદેહ તોહનાની કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ દિવ્યાનો છે અને તેની ઓળખ દિવ્યાના પરિવારજનોએ જાતે કરી છે. હાલ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે આરોપી બલરાજના કહેવા પર મૃતદેહ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસની છ ટીમ કામ કરી રહી હતી.
 
પોલીસના મુજબ દિવ્યાની લાશ પંજાબની નહેરમાં ફેંકવામાં આવી હતી. લાશ વહીને હરિયાણાની આ નહેર સુધી આવી ગઈ. પોલીસે ડેડબોડીની શોધ માટે પંજાબથી હરિયાણા સુધી એ રૂટ પર શોધખોળ કરી જ્યાર પછી જ આ મૃતદેહને ટોહના નહેરમાંથી જપ્ત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ દિવ્યા પાહુજા હત્યાકાંડ મામલે નવો ખુલાસો થયો હતો. આરોપી બલરાજની ધરપકડ કર્યા પછી આ ખુલાસો થયો હતો. 
 
 બલરાજ ગીલે પોલીસને જણાવ્યું હતું કે તેણે દિવ્યા પહુજાની લાશને પટિયાલા કેનાલમાં ફેંકી દીધી હતી. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે 3 જાન્યુઆરીએ તેણે દિવ્યાની લાશને પટિયાલા કેનાલમાં ફેંકી દીધી હતી. આ ખુલાસા બાદ ક્રાઈમ બ્રાન્ચે પટિયાલામાંથી પસાર થતી કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
 
આરોપીની પોલીસે કરી ધરપકડ
 
પૂર્વ મોડલ દિવ્યા પહુજા મર્ડર કેસના આરોપી બલરાજ ગિલની ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બલરાજ ગિલ એ જ વ્યક્તિ છે જે દિવ્યા પાહુજાના મૃતદેહને રવિ બંગા સાથે BMW કારમાં નિકાલ કરવા માટે લઈ ગયો હતો અને ફરાર થઈ ગયો હતો. ઘટનાના 10 દિવસ બાદ મોહાલીના રહેવાસી બલરાજ ગિલની ધરપકડ કરવામાં આવી હતી.