અડધા કપડા પહેરીને આવ, હુ તારી સાથે સૂઈ જાઉ.. પ્રોફેસર સસરા કરતા હતા ગંદા કમેન્ટ, મહિલાએ નોંધાવ્યો કેસ
કર્ણાટકના નેલમંગલામાં એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રિટાયર્ડ DySP ની પુત્રીએ પોતાના પતિ ડૉ ગોવર્ધન અને સસરા પ્રોફેસર નગરાજુ પર દહેજ ઉત્પીડન, યૌન ટિપ્પણી અને શારીરિક પ્રતાડનાના ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતા અનિતાના લગ્ન 2 નવેમ્બર 2023 ના રોજ થયા હતા. તેના પિતાએ લગ્નમાં લગભગ 25 લાખ રૂપિયા-સોનુ, ચાંદી અને અન્ય પર ખર્ચ કર્યો હતો. પણ અનીતાએ આરોપ લગાવ્યો કે લગ્નના માત્ર 15 દિવસ પછી જ તેના પતિએ તેને પિયરની સંપત્તિ અને રેંટલ ઈનકમમાં ભાગીદારીની માંગ શરૂ કરી દીધી. પતિનુ કથિત દબાણ હતુ કે તે પોતાના પિતાની સંપત્તિમાંથી પૈસા લઈને આવે જેથી તે નોકરી છોડીને નર્સિગ હોમ ખોલી શકે.
સૌથી ગંભીર આરોપ સસરા પર લગાવ્યા છે. FIR મુજબ પ્રો. નગરાજુએ અશ્લીલ ટિપ્પણીઓ સાથે જ શારીરિક રૂપથી પણ તેને પરેશાન કરતા હતા.
સસરા કરતા હતા વિવાદિત કમેંટ
અનીતાએ પોતાની ફરિયાદમાં સસરા પર યૌન ટિપ્પણીનો આરોપ લગાવ્યો. અનીતાએ બતાવ્યુ કે તેના સસરા તેના પર ખોટી ટિપ્પણીઓ કરતા હતા. જેવી કે 'લગ્નને આટલા મહિના થઈ ગયા, કોઈ ગુડ ન્યુઝ કેમ નથી ? મારો પુત્ર તારી સાથે સંબંધ બનાવી રહ્યો છે કે નહી ? નહી તો હુ આવી જઉ છુ.. ' આ ઉપરાંત અનીતાએ કહ્યુ કે સસરા મને અહી સુધી કહ્યુ, 'મોર્ડન યુવતીઓની જેમ અડધા કપડા પહેરીને મારી સામે આવ્યા કરો.'
'ઘરની વાત છે, એડજસ્ટ કરો'
અનીતાનુ કહેવુ છે કે જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો પતિ અને સાસુએ ઉપરથી મને સમજાવી કે 'ઘરની વાત છે, એડજસ્ટ કરો'
પીડિતાએ ફરિયાદ નોંધાવી
સતત વધતા માનસિક, આર્થિક અને યૌન ઉત્પીડનથી કંટાળીને અનીતાએ નેલમંગલા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ ઉત્પીડન સહિત વિવિધ ધારાઓમાં કેસ નોંધી લીધો છે અને મામલાની તપાસ ચાલુ છે.