ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ફરીદાબાદ , શનિવાર, 7 ઑગસ્ટ 2021 (21:55 IST)

પ્રેમીએ વીડિયો કોલ કરીને બતાવ્યો હત્યા કરવાનો આઈડિયા અને સગીરાએ કરી નાખી માતાની હત્યા !!

. હરિયાણાના ફરીદાબાદમાં ક્રાઈમ બ્રાંચ ટીમે એક બ્લાઈંડ મર્ડર કેસને ઉકેલવાનો દાવો કર્યો છે. ક્રાઈમ બ્રાંચનુ કહેવુ છે કે પુત્રીએ જ પોતાની માતાની હત્યા કરી છે. પોલીસે એ પણ દાવો કર્યો છે કે 16 વર્ષની સગીર યુવતીએ પોતાના પ્રેમીની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસનુ કહેવ છે કે યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતઈ પણ તેની માતાને વાંધો હતો. તેનાથી નારાજ થઈને પ્રેમી સાથે મળીને માતાની હત્યાનુ ષડયંત્ર રચ્યુ. પોલીસના મુજબ યુવતીએ રાત્રે લીંબૂના પાણીમાં માતાને ઊઘની ગોળીઓ આપી. ત્યારબાદ પ્રીમે તેને વીડિયો કૉલ કરીને હત્યા કરવાની રીત બતાવી. 
 
મળતી માહિતી મુજબ આ ઘટના 10 જુલાઈની રાત્રે કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બીજા દિવસથી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ ક્લુ મળ્યો નહી નથી. પોલીસ કમિશનર ઓપી સિંહે  આ બ્લાઈંડ મર્ડર કેસની તપાસ માટે દિશા નિર્દેશ ડીએલએફ ક્રાઈમ બ્રાંચની ટીમને આપ્યા હતા. પોલીસે આ કેસમાં 2 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દિપાંશુ વય 18 વર્ષ લવકેશના પુત્ર, જિલ્લા બુલંદશહેર, ઉત્તર પ્રદેશનો રહેવાસી અને 16 વર્ષની એક સગીર છોકરી ફરીદાબાદમાં રહે છે.
 
ફરીદાબાદની ઉડિયા કોલોની ડબુઆના રહેવાસી વિશાલે 11 જુલાઈએ પોલીસને ફરિયાદ કરી હતી કે કોઈએ રાત્રે તેની માતા સુધાની હત્યા કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી પણ કોઈ પુરાવા મળ્યા નહોતા. . બાદમાં આ કેસ ક્રાઈમ બ્રાન્ચ DLF ને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ ડીએલએફે ટૂંક સમયમાં જ મામલો ઉકેલવા માટે એક ટીમ બનાવી અને કેસની તપાસ શરૂ કરી. ક્રાઈમ બ્રાંચની ટીમે તેમના અનુભવ, ટેકનિક અને સ્ત્રોતો દ્વારા આ કેસનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં આરોપી દીપાંશુની 3 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી કિશોરીની બુધવારે 4 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
 
પ્રેમીએ વીડિયો કોલ પર બતાવી રીત 
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરાએ પૂછપરછમાં જનાવ્યુ કે છોકરીએ લીંબુ પાણીમાં ઉંઘની ગોળીઓ નાખીને તેની માતાને પીવડાવી હતી. બાદમાં આરોપીએ સગીર યુવતીને વીડિયો કોલ કર્યો અને પ્લાન મુજબ દિપાંશુએ પહેલા ઓશિકા વડે મોઢું દબાવવાનું કહ્યું અને પછી દુપટ્ટાથી તેનું ગળું દબાવી દેવા કહ્યું. દીપાંશુના જણાવ્યા મુજબ, કિશોરીએ તેની માતા સુધાને પહેલા ઓશીકું અને પછી દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી હતી