શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (21:11 IST)

Kidnapping Drama - અપહરણ કેસમાં ખુલાસો: CA ની વિદ્યાર્થીનીએ પ્રેમી સાથે મળી રચ્યું હતું કિડનેપિંગનું નાટક, પિતા પાસે માંગી લાખની ખંડણી

સુરતના વરાછા વિસ્તારમાં સીએનો અભ્યાસ કરનાર 20 વર્ષીય વિદ્યાર્થીના અપહરણ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે વિદ્યાર્થીને તેમા પ્રેમી સાથે અરેસ્ટ કરી કેસનો ભાંડો ફોડ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીનીએ પોતાના પ્રેમી સાથે મળીને અપહરણ કેસનું નાટક રચ્યું હતું. જોકે ખંડણીના બદલામાં 10 લાખ રૂપિયા લઇને બંને રાજસ્થાન ભાગવાનો પ્લાન બનાવી રહ્યા હતા. પરંતુ કાયદાની જાળમાંથી બચી શક્યા નહી.  
 
મૂળ ઉનાના સિંબર ગામની રહેવાસી એક કારખાનામાં મેનેજરની નોકરી કરે છે. તેમના પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમાં 20 વર્ષની પુત્રી સીએનો અભ્યાસ કરી રહી છે. ગત બુધવારે સાંજે લગભગ 6:16 વાગે ઘરેથી પુસ્તકો ખરીદવાનું કહીને નિકળી હતે, પરંતુ પાછી ફરી ન હતી.  વિદ્યાર્થીની મોબાઇલ જાણી જોઇને મુકીને ગઇ હતી. સાથે પોતાનો ફોન ફોર્મેટ કરી દીધો હતો. જેથી પોલીસને ખબર ન પડે કે અપહરણ પહેલાં તે કોના સંપર્કમાં હતી. 
 
જોકે વિદ્યાર્થી ઘરેથી નિકળીને તેના ગાયબ થવા સુધીની તપાસ માટે પોલીસે ઠેર ઠેર સીસીટીવી ફંફોળ્યા હતા. આ દરમિયાન એક ફૂટેજમાં એક સ્કૂટી પર કોઇ યુવક સાથે જતી જોવા મળી હતી. ફૂટેજમાં સ્પષ્ટ થઇ ગયું કે તે પોતાની મરજીથી યુવક સાથે જઇ રહી હતી. આ દરમિયાન પોલીસે તપાસની દિશા બદલી અને તેના પ્રેમી સુધી પહોંચી ગઇ.