છોટાઉદેપુરમા આદિવાસી પ્રેમી યુગલને ઝાડ સાથે બાંધીને માર્યો માર, વીડિયો વાયરલ થયા પછી 9ની ધરપકડ

crime news
Last Updated: બુધવાર, 21 જુલાઈ 2021 (21:46 IST)
ગુજરાતમાં આદિવાસી દંપતીનું અપહરણ કરીને તેમને ઝાડ સાથે બાંધીને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના છોટા ઉદેપુર જિલ્લાની છે. બુધવારે અહીંની પોલીસને મળ્યા હતા કે આ જિલ્લાના એક ગામમાં રહેતા દંપતીને પહેલા અપહરણ કરીને પછી ઝાડ સાથે બાંધીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. તેના ઉપર ભાગવાનો આરોપ હતો. પોલીસે આ કેસમાં 9 લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ મામલે રંગપુર પોલીસ મથક ખાતે નવ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક અને યુવતીને એક ખેતરમાં ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે. જે બાદમાં બેથી ત્રણ લોકો લાકડી વડે યુવક-યુવતીને ડોર માર મારી રહ્યા છે. એક ક્ષણે માર સહન ન થતાં યુવતી જમીન પર ઢળી પડે છે. આ દરમિયાન યુવક અને યુવતી પીડા સહન ન થતાં બૂમો પાડી રહ્યા છે.
આ બનાવના રાજ્યમાં આકરા પડઘા પડ્યાં હતા. જે બાદમાં સરકાર તરફથી પણ આ મામલે દોષિતોને દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક પછી એક આરોપીની ધરપકડ કરી હતી. યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેણીને ગામમાં લાવીને તેના પર જુલમ ગુજારવામાં આવ્યો હતો.


આ પણ વાંચો :