સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 જુલાઈ 2021 (11:42 IST)

રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીનો ભાજપનો મેગાપ્લાન, 9 દિવસ ચાલશે ઉજવણી કાર્યક્રમ

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની ઉજવણી માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ઓગષ્ટ, 2016ના રોજ 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આગામી 7 ઓગસ્ટે તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે 1 થી 9 ઓગસ્ટ સુધી ભવ્ય કાર્યક્રમો યોજી મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાંચ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરવામાં આવનાર છે.
 
આ ઉજવણી 1 ઓગસ્ટથી લઈ 9 ઓગસ્ટ દરમિયાન ચાલશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન કરાઈ શકે છે. જ્યારે આ કાર્યક્રમ દરમિયા 50 હજાર યુવાનોએ રોજગાર પત્ર પણ એનાયત કરવામાં આવશે.
 
એટલું નહીં આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે પ્રજા સમક્ષ સરકારની છબી સ્વચ્છ કરવા અને સુધારવાનો પ્રસાય પણ કરવામાં આવી શકે છે. કોરોના કાળમાં આરોગ્યની સુવિધાઓને અસર થઈ હતી જેને લઈ પ્રજામાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો હતો. જો કે મુખ્યમંત્રી કાર્યકાળમાં મુખ્યમંત્રી તરીકે અનેક મહત્વ પૂર્ણ નિર્ણયનો લીધા છે અને પ્રજા સમક્ષ સરકાર સંવેદનશીલ સરકાર તરીકેની છબી ઉભરી આવી છે.
 
આ ઉજવણી 1 ઓગસ્ટથી લઈ 9 ઓગસ્ટ દરમિયાન ચાલશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે એવુ મનાઈ રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન કરાઈ શકે છે જ્યારે આ કાર્યક્રમ દરમિયા 50 હજાર યુવાનોએ રોજગાર પત્ર પણ એનાયત કરવામાં આવશે. 
 
9 દિવસ ચાલશે ઉજવણી કાર્યક્રમ
 
1 ઓગસ્ટે- જ્ઞાન શક્તિ દિન
શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ
 
2 ઓગસ્ટ- સંવેદના દિન
 
નાગરિક સેવા માટે 250 તાલુકા 150 નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોન વાઇઝ વોર્ડ દીઠ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
 
3 ઓગસ્ટ- કેબિનેટ દિવસ
 
CM સહિતના મંત્રીઓ ગાંધીનગરમાં રહેશે કેબિનેટ બેઠક બાદ વિવિધ ક્ષેત્રના મુલાકાતીઓને મળશે
 
4 ઓગસ્ટ- મહિલા સશક્તિકરણ
 
શહેરોની 5 હજાર સહિત 10 હજાર સખીમંડળોની જોડી રાજ્યની એક લાખ બહેનોને બેંક ધીરાણ આપવા રાજ્યમાં 100 સ્થળે કાર્યક્રમ
 
5 ઓગસ્ટ- ધરતીપૂત્ર સમ્માન દિન
 
ડાંગમાં વિશેષ કાર્યક્રમ સાથે ગુજરાત 50 કિસાન સૂર્યોદય યોજના અને 50 સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના કુલ 100 સ્થળે યોજાશે
 
6 ઓગસ્ટ- યુવા શક્તિ દિન
 
જિલ્લાદીઠ ઔદ્યોગિક રોજગાર મેળા યોજીને ગુજરાતમાં અંદાજે 50 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપવાનું લક્ષ્‍યાંક
 
7 ઓગસ્ટ- ગરીબ ઉત્કર્ષ દિન
 
માદરે વતન યોજનાનો આરંભ
આવાસ યોજનાના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ
કોરોના વોરિયર્સના 41 કાર્યક્રમ યોજાશે
 
8 ઓગસ્ટ- શહેરી જનસુખાકારી
 
GMFB દ્વારા પાલિકાઓને રૂપિયા 1000 કરોડના ચેક વિતરણ કરાશે
અન્ય કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે 8 મહાનગરો સહિત રાજ્યમાં 41 કાર્યક્રમો યોજાશે
 
9 ઓગસ્ટ- વિશ્વ આદિવાસી દિવસ
 
1 લાખ કરોડની વનબંધુ યોજના ભાગ-2નો આરંભ
બિરસા મુંડા યુનિવર્સિટીના ખાતમુહૂર્ત સાથે આદિવાસી વિસ્તારોમાં 28 સ્થળે કાર્યક્રમ