શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (21:50 IST)

3 કરોડ ગુજરાતીઓ ડોઝ લઇ થયા સુરક્ષિત, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 151ને પ્રથમ અને 15335 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 72146 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 90901 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 222538 નાગરિકોને રસીનો પ્રથમ અને 11428 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજના દિવસમાં કુલ 4.12,499 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યનાં 3,01,46,996 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 
 
ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ,01 લાખ,46 હજાર ,996 થઈ ગઇ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4, કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે.
 
રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083 થઇ ગઇ છે. આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો માંથી સમગ્રતયા ૪૭ ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો છે. 
 
રાજ્યના 2,678 સરકારી અને 57  ખાનગી વેક્સીનેશન સેન્ટર  મળીને કુલ 2,732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે તા. 20 જુલાઈએ રાજ્યમાં ૪ લાખ ૧૨ હજાર ૪૯૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.