પતિ મૃત્યું શૈયા પર છે, તેના સ્પર્મથી માતૃત્વ પ્રાપ્ત કરવા માંગુ છું, મને મંજૂરી આપો, હાઇકોર્ટે કહ્યું- મંજૂરી છે

sperm
Last Modified બુધવાર, 21 જુલાઈ 2021 (14:42 IST)
'મારા પતિ મૃત્યું શૈયા પર છે. હું તેમના સ્પર્મમાંથી માતૃત્વ સુખ પ્રાપ્ત કરવા માંગુ છું, પરંતુ મેડિકલ કાનૂન તેની પરવાનગી આપતી નથી. અમારા પ્રેમની અંતિમ નિશાનીના રૂપમાં મને પતિના અંશના રૂપમાં તેમના સ્પર્મ અપાવવાની કૃપા કરો. ડોક્ટરનું કહેવું છે કે મારા પતિની પાસે ખૂબ ઓછો સમય છે. તે વેંટિલેટર પર છે.
મંગળવારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ સુનાવણી માટે આવ્યો તો બે સભ્યોની પીઠ થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગઇ. પ્રેમની પરાકાષ્ઠા અને કાયદાની મહાનતાના સંગમ સ્વરૂપ આ કેસમાં મહિલાને તેના પ્રેમની અંતિમ નિશાનીના રૂપમાં ઇચ્છાપૂર્તિ માટે પતિના સ્પર્મ લેવાની મંજૂરી આપવામાં આવી. કેસ ગુજરાતના દંપતિનો છે. જેમણે ઓક્ટોબર 2020 માં લગ્ન કર્યા હતા.

કેનેડામાં 4 વર્ષ પહેલાં અમે એકબીજાના પરિચયમાં આવ્યા. અમે ઓક્ટોબર 2020માં ત્યાં લગ્ન કરી લીધા હતા. લગ્નના ચાર મહિના બાદ જ મને ખબર મળી કે ભારતમાં રહેતા મારા સસરાને એટેક આવ્યો છે. ફેબ્રુઆરી 2021 માં હું પતિ સાથે સ્વદેશ પરત ફરી જેથી અમે તેમની સેવા કરવા લાગ્યા. અમે બંને તેમની દેખભાળ કરવા લાગ્યા. આ દરમિયાન મારા પતિને કોરોના થયો. સારવાર કરાવી પરંતુ 10 મેથી તબિયત નાજુક થવાના કારણે વડોદરાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો નહી. ફેફસાં સંક્રમિત થઇને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી ગયા છે.

મારા પતિ બે મહિનાથી વેંટીલેટર પર જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં ડોક્ટરે મને અને સાસુ સસરાને બોલાવીને કહ્યું કે મારા પતિની તબિયત સુધારવાના ચાન્સ ના બરાબર છે. હાલત એટલી ખરાબ છે કે તેમની પાસે વધુમાં વધુ ત્રણ દિવસનો સમય છે. આ સાંભસ્ળીને અમે સન્ન રહી ગયા. હું પોતાને સંભાળી અને ડોક્ટરને કહ્યું કે હું મારા પતિના અંશમાંથી માતૃત્વ ધારણ કરવા માંગુ છું. તેના માટે તેમના સ્પર્મની જરૂર છે. જોકે ડોક્ટરોએ અમારા પ્રેમ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું અને કહ્યું મે મેડિકો લીગલ એક્ટ અનુસાર પતિની મંજૂરી વિના સ્પર્મ સેમ્પલ લઇ ન શકાય.

મે ખૂબ અનુરોધ કર્યો પરૅંતુ ડોક્ટરોએ કાનૂનનો હવાલો આપીને અસમર્થતતા વ્યક્ત કર્તાં સ્પર્મ આપવાની મનાઇ કરી દીધી. મેં હાર ન માની. મને મારા સાસુ-સસરાનો સાથ મળ્યો. અમે ત્રણેય ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યો. જ્યાર અમે હાઇકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ડોક્ટરોએ કહ્યું કે પતિના ફક્ત 24 કલાક બાકી છે. અમે સોમવારે સાંજે હાઇકોર્ટમાં અરજી લગાવી બીજા દિવસે અર્જન્ટ સુનાવણીની અપીલ કરી.

હાઇકોર્ટની બે સભ્યોની પીઠે મંગળવારે જ્યારે આ કેસની સુનાવણી માટે પહોંચી તો પીઠ પણ થોડીવાર માટે સ્તબ્ધ રહી ગઇ. 15 મિનિટૅ બાદ ફેંસલો આપ્યો પરંતુ આ હોસ્પિટલમાં હજુ પણ કહી રહ્યા છે કે અમે કોર્ટના ચૂકાદાનું અધ્યન કરી રહ્યા છીએ.


આ પણ વાંચો :