શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 17 જૂન 2021 (09:06 IST)

છોટાઉદેપુરમાં પ્રેમી પંખીડાને જાહેરમાં બાંધી આપી સજા, વીડિયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહી શરૂ

હાલમાં સોશિયલ મીડિયા પર છોટા ઉદેપુરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો દ્વારા એક યુવક ને યુવતિને વીજપોલ સાથે બાંધીને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો છે. જોકે આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. 
 
સમગ્ર બનાવની વાત કરવામાં આવે છે તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારના ઘડાગામનો છે. આ ગામમાં વસવાટ કરતા એક યુવક યુવતિ એકબીજાને ખૂબ પ્રેમ કરત હતા. પરંતુ પરિવારજનોને તેમના આ સંબંધ સામે વાંધો હતો. તેમનો આ પ્રેમસંબંધ તેમને બિલકુલ પણ પસંદ ન હતો. જેથી આ પ્રેમી પંખીડાએ નાસી જવાનું નક્કી કર્યું હતું. 
 
યુવક યુવતિ બે દિવસ પહેલાં ઘર છોડીને ભાગી ગયા હતા. જોકે તેમના નાસી ગયા બાદ યુવતિના પરિવારજનો તેમની શોધખોળ આદરી હતી અને તેમને શોધીને ઘરે પરત લઇ આવ્યા હતા. ત્યારબાદ યુવતિના પરિજનો દ્વારા આ પ્રેમી પંખીડાને વીજળીના પોલ સાથે બાંધીને લાકડી અને ડંડા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. 
 
જોકે આ સમગ્ર બનાવ દરમિયાન એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.