શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 5 જૂન 2021 (21:22 IST)

લગ્નની ના પાડી તો યુવતી સાથે રેપ, જન્મદિવસ પર અશ્લીલ વીડિયો કર્યો વાયરલ

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. લગ્નની ના પાડતા કથિત રૂપે એક યુવકે બદલો લેવા માટે પહેલા યુવતી પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો. 
 
એટલુ જ નહી એ યુવકે હેવાનિયતની બધી સીમા એ સમયે પાર કરી દીધી જ્યારે યુવતીના જન્મદિવસ પર જ તેણે રેપનો વીડિયો વાયરલ કરી દીધો. યુવતીની ફરિયાદ પર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 
આ મામલો ચંદ્રપુરનો છે. જયા એક યુવતીએ લગ્નની ના પાડી દીધી તો યુવક યુવતીને કોઈ  બહાને જંગલમાં લઈ ગય અને તેની સાથે બળત્કાર કર્યો. આટલુ જ નહી યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો. 
 
યુવકે જન્મદિવસના દિવસે જ એ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર નાખીને વાયરલ કર્યો. 
 
વીડિયો સામે આવ્યા પછી યુવતી પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જ્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.