શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (14:29 IST)

એક વધુ એક્શન - ટ્વિટરે હવે RSS પ્રમુખ મોહન ભાગવતના એકાઉંટ પરથી હટાવ્યુ બ્લૂ ટિક

ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂના પર્સનલ એકાઉંટ પરથી બ્લૂ ટિક હટાવી અને પછી ચાલુ કરવાના તરત પછી ટ્વિટરે એક વધુ મોટુ પગલુ ભર્યુ છે. ટ્વિટરે આ વખતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ટ્વિટર એકાઉંટ પરથી બ્લૂ ટિક હટાવી દીધુ છે અને તેને અનવેરિફાઈડ કરી નાખ્યુ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી નવા આઈટી નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર વચ્ચે વિવાદ છેડાયો છે. આવામાં સૌ પહેલા ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ના પર્સનલ ટ્વિટર હૈંડલ પરથી વેરીફાઈડ બ્લૂ ટિક પાછુ લઈ લીધુ તો બબાલ મચી ગયો. સોશિયલ મીડિયા પર જોરદાર આલોચના થવા માંદી. જો કે થોડી જ વારમાં તેમના એકાઉંટને ફરીથી વૈરીફાઈ કરી દેવામાં આવ્યુ. 
 
પરંતુ હવે સંઘ પ્રમુખના  ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિકને હટાવતા હંગામો મચી ગયો છે.  જો તમે મોહન ભાગવતનાં ટ્વિટર હેન્ડલ પર નજર નાખો તો આ એકાઉન્ટ 2019 માં બનેલું  છે.  પરંતુ આ એકાઉન્ટ પરથી હજી સુધી એક પણ ટ્વીટ થયેલુ દેખાતુ નથી. . મોહન ભાગવત ફક્ત આરએસએસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલને ફોલો કરે છે, જ્યારે કે તેમના ફોલોઅર્સની લિસ્ટમાં 2 લાખથી વધુ લોકો છે. જોકે, આ મુદ્દે ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ આવી નથી 
 
ઉલ્લેખનીય છે કે  શનિવારે ટ્વિટરે વાઇસ પ્રેસિડેન્ટ એમ વેંકૈયા નાયડુના પર્સનલ એકાઉંટ પરથી બ્લુ ટિકને દૂર કર્યું હતું અને પછી તેને ફરીથી વેરીફાઈ કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિના સચિવાલયના અધિકારીઓએ કહ્યું કે, નાયડુનું ટ્વિટર પરનું વ્યક્તિગત એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હતું અને ટ્વિટર અલ્ગોરિદ્મે એ બ્લૂ ટિક હટાવી દીધુ. આ પહેલા અધિકારીઓએ જણાવ્યુ હતુ કે ટ્વિટર ઓળખ સત્યાપન કરી રહ્યુ છે.  ઉપરાષ્ટ્રપતિના આ વ્યક્તિગત ખાતામાંથી ગયા વર્ષે 23 જુલાઇએ છેલ્લી પોસ્ટ કરાઈ હતી.
 
અધિકારીઓએ જણાવ્યુ કે એકાઉંટ પરથી બ્લૂ ટિક હટાવવા વિશે શનિવારે સવારે ખબર પડતા ટ્વિટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ બ્લૂ ટિક ફરીથી ચાલુ કરવામાં આવી હતી. ટ્વિટરે કહ્યું કે એકાઉન્ટ જુલાઈ 2020 થી નિષ્ક્રિય હતું અને હવે તેની ખાતરી કરવા માટે બ્લુ ટિક ફરી ચાલુ કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ ટ્વીટ કરવા માટે સત્તાવાર ખાતાનો ઉપયોગ કરે છે.